બપોરના સમયે 3.7 અને 3.4ના ભૂકંપના બે આંચકાથી જાનમાલને નુકસાન નહીં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
- Advertisement -
ગીર સોમનાથના તાલાલા પંથક સહીત આસપાસના ગીર ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના બે આંચકા અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ભય ફેલાયો હતો જોકે કોઈ નુકશાન કે જાનહાની સમાચાર નથી ત્યારે બુધવારના બપોરના 3:14 અને 3:18 મિનિટે ભૂકંપના બે આંચકા આવતા ગીર ધરા ધ્રુજી ઉઠી હતી.તાલાલા પંથક સહીત આસપાસના અનેક ગામોમાં ગઈકાલ બુધવારે બપોરેના સમયે 3.7 અને 3.4ની તિવ્રતાના બે આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના આંચકા આવતા લોકો ઘણી બહાર દોડી આવ્યા હતા માત્ર ચાર મિનિટના સમયમાં બે આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો હતો જોકે આ બે ભૂકંપના આંચકા આવતા તાલાલા આસપાસ 50 કિમિની ત્રિજીયામાં આવતા ગ્રામ્ય વિસ્તાર સહીત ગીરની ધરતી ધ્રુજી ઉઠી હતી. જોકે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હતી જેના લીધે કોઈ જાનમાલને નુકશાન થયું નથી આ બાબતે ઊંચ લેવલે રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.