ભારત સરકારની આગેવાનીમાં દિલ્હીમાં બે દિવસીય ‘નો મની ફૉર ટેરર’ મંત્રી સ્તરીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આજે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ધાટન કરવા આવ્યું. આ દરમિયાન પીએમ મોદીએ નામ લીધા વિના પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા.
આતંકવાદના ફંડિંગનો સામનો કરવાની રીતો પર ચર્ચા કરવા માટે દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય મંત્રીસ્તરીય સંમેલન (No Money for Terror Convention)નું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ સંમેલનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, દાયકાઓથી અલગ-અલગ નામો અને રૂપોમાં આતંકવાદે ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અમે હજારો અમૂલ્ય જીવો ગુમાવ્યા પરંતુ અમે આતંકવાદનો બહાદુરીથી સામનો કર્યો છે.
- Advertisement -
આતંકવાદ નથી જાણતો કઈ સીમાઃ વડાપ્રધાન
પીએમ મોદીએ કહ્યું કે, ખાસ વાત એ છે કે આ સંમેલન ભારતમાં યોજાઈ રહ્યું છે. દુનિયાએ તેની (આતંકવાદની) ગંભીર નોંધ લીધી તે પહેલા ભારતે આતંકની ભયાનકતાનો સામનો કર્યો હતો. આતંકવાદ માનવતા, સ્વતંત્રતા અને સભ્યતા પર હુમલો છે. તે કોઈ સીમા નથી જાણતો. માત્ર એક સમાન, એકીકૃત અને શૂન્ય-સહિષ્ણુતાનો દષ્ટિકોણ જ આતંકવાદને હરાવી શકે છે.
Addressing the 'No Money for Terror' Ministerial Conference on Counter-Terrorism Financing. https://t.co/M7EhOCYIxS
— Narendra Modi (@narendramodi) November 18, 2022
- Advertisement -
ટેરર ફંડિંગને લઈને પાકિસ્તાન પર સાધ્યું નિશાન
આતંકવાદી સંગઠનોના અનેક સ્ત્રોતોમાંથી પૈસા મળે છે. એક સ્ત્રોત રાજ્યનું સમર્થન છે. પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે કેટલાક દેશો તેમની વિદેશ નીતિના ભાગરૂપે આતંકવાદને સમર્થન આપે છે. તેઓ તેમને રાજકીય, વૈચારિક અને નાણાકીય સહાય પૂરી પાડે છે. ટેરર ફંડિંગના સ્ત્રોતોમાંથી એક સંગઠિત અપરાધ છે. તેને અલગ કરીને જોવું જોઈએ નહીં. આ ટોળકી આતંકવાદી સંગઠનો સાથે ઊંડા સંબંધો ધરાવે છે.
We'll have to analyse & understand the pattern of such activities taking place on the dark net & find solutions to them. Unfortunately, there are some countries that want to weaken or destroy our collective resolution of combating terrorism: HM at 'No Money for Terror’ Conference pic.twitter.com/tpVmKmTyQC
— ANI (@ANI) November 18, 2022
આતંકવાદનું સમર્થન કરનારાઓ પર વડાપ્રધાન મોદીએ કર્યા આકરા પ્રહાર
હવે આતંકવાદની ગતિશીલતા બદલાઈ રહી છે. ઝડપથી આગળ વધતી ટેકનોલોજી એ એક પડકાર અને સમાધાન બંને છે. ટેરર ફાઇનાન્સિંગ અને ભરતી માટે નવા પ્રકારની ટેક્નોલોજી આવી રહી છે. ઘણા દેશોના પોતાના કાયદાકીય સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ છે. સાર્વભૌમ રાષ્ટ્રોને તેમની પોતાની સિસ્ટમનો અધિકાર છે. જો કે, આપણે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઉગ્રવાદીઓને સિસ્ટમોની વચ્ચે મતભેદોનો દુરુપયોગ કરવાની અનુમતી ન આપવી. જે આતંકવાદનું સમર્થન કરે છે તેના માટે કોઈપણ દેશમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.