બફારાના લીધે જળચર પ્રાણીઓ પાણીમાં આવી ચડે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
- Advertisement -
જુનાગઢ શહેર અને ગીરનાર જંગલમાં ગત રવિવારના રોજ ભવનાથ વિસ્તારમાં ભારે વરસાદના પગલે બફારો વધતા વન્ય જીવો વરસાદીના ભરાયેલ પાણી તરફ વળ્યા હતા ત્યારે જે વરસાદને કારણે દામોદરકુંડમાં મહાકાય મગર આવી ચડેલ હતી અને આ મગરના ફોટો તથા વિડીયો સોશિયલ મીડિયા માં વાઇરલ થયેલ હતા.
દામોદર કુંડમાં બે મગર આવી ચડતા લોકોએ વસુંધરા નેચર ક્લબ અને વન વિભાગને જાણ કરતા વન વિભાગની રેસ્ક્યું ટીમ દામોદર કુંડમાં આવી ચડેલ મગરનું રેસ્ક્યું કરી તેને પકડી પડેલ અને સહી સલામત સ્થળે ખસેડવામાં આવેલ મહાકાય મગર કુંડ માંથી ઝડપાય જતા સ્થાનિક લોકો અને કુંડમાં સ્નાન કરવા આવતા ભાવિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે પ્રતિ વર્ષ પેહલા વરસાદે દામોદર કુંડમાં મગર આવી ચડ્યાના અનેક બનાવો સામે આવ્યા છે.



