બહાઉદ્દીન કૉલેજને આદર્શ મહાવિદ્યાલયનો ગૌરવપ્રદ દરજ્જો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
સોરઠની ઐતિહાસિક અને સવાસો વર્ષ જૂની વિદ્યાપીઠ બહાઉદ્દીન કોલેજને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આદર્શ મહાવિદ્યાલય તરીકે માન્યતા આપવામાં આવી છે. રાજ્યની 136 સરકારી કોલેજોમાંથી માત્ર પાંચ કોલેજોનો આદરશ તરીકે સમાવેશ થયો છે, જેમાંથી બે જૂનાગઢની છે બહાઉદ્દીન સાઇન્સ અને બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ.
- Advertisement -
આ મંજૂરી અંતર્ગત બંને કોલેજને રૂ. 3 કરોડની સહાય આપવામાં આવશે, જેમાં 1.5 કરોડની ગ્રાન્ટ દરેક કોલેજ માટે ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટ હેઠળ આધુનિક ડિજિટલ લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસરૂમ, અતિઆધુનિક સેમિનાર હોલ, સ્ટાર્ટઅપ માટે ઇન્ક્યુબેશન સેન્ટર જેવા માળખાકીય વિકાસ થશે. ઉલ્લેખનીય છે કે આ બંને કોલેજોને તાજેતરમાં જ હેરિટેજ કોલેજ તરીકે રૂ. 3-3 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનો રીનોવેશન કાર્ય હાલ ચાલુ છે. ઉપરાંત હોસ્ટેલના નવા બાંધકામ માટે પણ સરકાર તરફથી અનુદાન ફાળવાયું છે. બહાઉદ્દીન સાઇન્સ કોલેજે ૠજઈંછઋ માં 4 સ્ટાર પ્રાપ્ત કર્યું છે અને ગઈંછઋ રેન્કિંગમાં 77મું સ્થાન મેળવ્યું છે. વિદ્યાર્થીઓ દેશભરમાં ઈંઈંઝ-ઉંઅખ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ વધી રહ્યા છે અને રીલાયન્સ જેવી કંપનીઓમાં પ્લેસમેન્ટ મેળવી રહ્યા છે. બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ પણ તેના ભવ્ય ઇમારત, ગુણવત્તાવાળા શિક્ષણ અને શૈક્ષણિક સક્ષમતા માટે જાણીતી છે. બંને કોલેજોની ભવિષ્યની યોજનાઓ અને વિકાસ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર અને પ્રભારી સચિવ દિલીપ રાણાએ મુલાકાત લઈ પ્રશંસા કરી અને વધુ સવલતો આપવાની ખાતરી આપી. આ અધિકૃત માન્યતાથી જૂનાગઢના ઊચ્ચ શિક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.