6 કલાકની શોધખોળ બાદ બાળકોના મૃતદેહ મળતા ગામ હીબકે ચડ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.21
કોડીનાર તાલુકા ના માઢવાડ ગામે કરૂણ ઘટના સામે આવી.. ગઈકાલ સાંજે 5 કલાકે બે બાળકો શાળા એ થી છુટ્ટી દરિયામાં થરમોકોલ ઉપર બેસી રમતા હતા આ સમયે પવન થોડો તેજ હોવાના કારણે બંને બાળકો દરિયા ની અંદર તણાયા હતા જેની જાણ સામે ઊભેલા એક યુવક ને થતા ગામ લોકો ને કરી હતી. સાંજે 6 કલાકે સમગ્ર ગામના માછીમાર યુવાનો દ્વારા બાળકો ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
આશરે 100 થી પણ વધારે ફિશીંગ ઝાળ સમુદ્ર મા બિછાવી બાળકો ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.રાત્રિ ના 10:30 કલાકે સાહિલ નામના બાળક ની ડેડ બોડી ઝાળ માં ફસાઈ હતી જેને બહાર કાઢવામાં આવી હતી. જ્યારે રાત્રે 12 કલાક આસપાસ અન્ય બાળક દેવરાજ ની લાશ પણ સમુદ્ર માંથી મળી આવતા ગામ આંખું હીબકે ચડ્યું હતું. બન્ને બાળકો ને કોડીનાર ની રાનાવાળા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબો એ બાળકો ને મૃત જાહેર કરતા કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે વહેલી સવારે પીએમ કરવામાં આવ્યું. આ બંને બાળકો માં સાહિલ જયંતીભાઈ પાંજરી 8 વર્ષ અને દેવરાજ વિજય ગોહિલ ઉમર 12 વર્ષ ની હોવાનું મનાઇ રહ્યું છે.