ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.19
કોડીનાર શિંગોડા નદીમાં બે બાળકો ડૂબી ગયા એક 7 વર્ષ બીજો 15 વર્ષનો એક ને બચાવવા ગયો ને બીજો ડૂબી ગયો બંને બાળકોના મૃત્યુ થયું હતું. કોડીનાર સત્યમ પાસે રહેતા ઇસ્માઈલ ભુરાભાઈ સોરઠીયા ઉ.વ.7 નો બાળક મામલતદાર ઓફિસ પાછળ બકરા ચરાવતો હતો અને ત્યાં સમશેરઅલી રહેમાન ભાઈ જલાલી ઉ.વ 15 નો નદી ને કાંઠે બેસીને મચ્છી પકડતા હતા ત્યાં આ 7 વર્ષનો ઈસ્માઈલ પાણીમાં ડૂબતો હોય આ 15 વર્ષનો બાળક સમશેર અલી જોઈ જતા તેને બચાવવા ગયો ત્યારે તે પણ પાણી ભરેલ નદીમાં ડૂબી ગયા.
- Advertisement -
જે ડૂબતા જોઈ જતા સેજલબેન મારવાડી બંને બાળકોને બહાર કાઢીયા હતા. અને તુરંત સરકારી દવાખાને લાવવામાં આવેલ અને સમશેરના પિતા રહેમાન ભાઈ સોકત અલી જલાલી ને તેના કુટુંબી દ્વારા જાણ કરતા રહેમાન ભાઈ તથા તેનો મોટો દીકરો બંને મજૂરી કામે હતા ત્યાંથી આવ્યા અને નાના બાળક ઈસ્માઈલ ના પિતા ભુરાભાઈ ને જાણ કરતા તે પણ ઘટના સ્થળે હાજર થયા હતા. સમસેરઅલી બે ભાઈઓ એક બહેન માતા હયાત નથી પિતા મજૂરી કરી ગુજરાન ચલાવે છે મામલતદાર ઓફિસ પાસે જાહાંગીર કોમ્પલેક્ષ માં રહે છે. કોડીનાર વિસ્તારમાં શોક નું મોજુ ફરી વળ્યું છે મૃતક સમશેર અલી ના પિતા રહેમાન અલી જલાલી ફરિયાદ ઉપરથી કોડીનાર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.