જૂનાગઢ શહેરમાં લાંબા સમય બાદ કોરોનાના 2 પોઝિટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આમ, કોરોના રિટર્ન થતા લોકોએ સાવચેત થઇ જવાની જરૂર છેે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ શહેર અને જિલ્લો લાંબા સમયથી કોરોના મુક્ત રહ્યો હતો. જોકે, 26 જૂનના 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી જવા પામી છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લે 18 ફેબ્રુઆરીના કેસ નોંધાયો હતો. ત્યાર બાદ કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. જોકે, લાંબા સમય બાદ 26 જૂન 2022ના કોરોના રિટર્ન થયો છે. આમ, જૂનાગઢ શહેરમાં કોરોના પોઝિટીવ 2 કેસ નોંધાયા છેે. બન્ને કોરોના પોઝિટીવ કેસ ફિમેલના છે. આમાં એક મહિલા છે જેણે કોરોનાની રસીનાં બન્ને ડોઝ લીધા હતા. જ્યારે બીજો કેસમાં એક બાળકી છે.
ફેબ્રુઆરી 2022 પછી જૂનાગઢમાં ફરી કોરોનાનાં બે કેસ

Follow US
Find US on Social Medias