ભક્તિધામ સોસાયટીમાં SOGનો સચોટ બાતમી આધારે દરોડો
6કલાક જીમ કર્યા બાદ નક્કી કરેલા ગ્રાહકોને પડીકી વેંચતા : અગાઉ પણ એક ટ્રિપ મારી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટમાં નશાના કારોબારને નાબૂદ કરવા પોલીસ એલર્ટ છે ત્યારે એસઓજીએ બાતમી આધારે ભક્તિધામ સોસાયટીમાં દરોડો પાડી 98.54 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે જસદણ તાલુકા ભાજપના આગેવાનના પુત્ર અને રાજકોટના બુટલેગરના પુત્રને દબોચી લઈ કુલ રૂ.10.05 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ હાથ ધરી છે મુંબઈથી બે દિવસ પૂર્વે લાવ્યા હોવાનું અને અગાઉ પણ એક ટ્રીપ મારી હોવાની કબૂલાત આપતા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ યુવાનો નશાના રવાડે ન ચડે તે માટે નાર્કોટિક્સ પદાર્થોનું વેંચાણ અટકાવવા ‘SAY NO TO DRUGS’ મિશન અંતર્ગત પેડલરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સૂચના અન્વયે એસઓજી પીઆઈ જે.એમ.કૈલાની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઘનશ્યામસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહપ પરમારને મળેલી બાતમી આધારે 150 ફૂટ રીંગરોડ પર અમૃત સાગર પાર્ટી પ્લોટ પાસે ભક્તિધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.19માં દરોડો પાડયો હતો દરોડો પાડી ફ્લેટમાં રહેતાં પાર્થ દેવકુ મકવાણા ઉ.21 અને તેના મિત્ર ખોડિયારનગરના સાહિલ ઉર્ફે નવાબ અયુબ સોઢાની ધરપકડ કરી ફ્લેટમાંથી 98.54 ગ્રામ 9.85 લાખનું એમડી ડ્રગસ, બે આઈફોન, બે વજન કાંટા, વેક્યુમ કોથળી -107 મળી કુલ રૂ.10.05 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછતાછમાં બેલડીએ એવુ જણાવ્યું હતું કે, પાર્થ મકવાણા મૂળ જસદણનો વતની છે અને તે અહીં રહી અભ્યાસ કરે છે. તેના પિતા નિવૃત શિક્ષક અને જસદણ તાલુકા અનુ.જાતીના મહામંત્રી હતાં તેમજ સોહિલના પિતા અયુબ સોઢા બુટલેગર છે. બંનેએ સાથે મળી થોડા સમય પહેલાં ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો હતો અને મુંબઈથી તેઓ બીજી વાર ડ્રગ્સ લઈ આવ્યાં હતાં અને રાજકોટમાં એક ગ્રામની પડીકી રૂ.2500 માં વેંચતા હોવાનું ખુલ્યું હતું. કમાણીના મોટા ભાગના રૂપીયા તેઓ જિમ પાછળ વાપરતાં હતાં ડ્રગ્સ સાથે પકડાયેલા પાર્થ અને સાહિલ બોડી બનાવવાના શોખીન હતાં અને તેઓ બપોરે ત્રણ વાગ્યે ઉઠતાં હતાં. બાદમાં બંને ચારથી નવ સુધી જીમમાં બોડી બનાવવા જતાં હતાં. નવ વાગ્યા બાદ બંને ગ્રાહકોની રાહમાં બેઠા હોય છે. નક્કી કરેલ ગ્રાહકોને તેઓ રાતના ત્રણ વગ્યા સુધી ડ્રગ્સ આપતાં હતાં. એક ગ્રામે તેઓ રૂ.700 જેટલી કમાણી કરતાં હતાં