રાજકોટ અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્ક પાસે ક્રાઇમ બ્રાન્ચનો મોડી રાત્રે દરોડો
દમણના શખ્સે ભીલાડ પાસેથી ટ્રક આપ્યો હતો : 18288 બોટલ, ટ્રક સહિત 71.63 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં અર્ધા કરોડ રૂપિયા ઉપરનો દારૂ ઘૂસાડવાના બુટલેગરોના મનસૂબા ઉપર પોલીસે પાણી ફેરવી દીધું છે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ક્રિષ્ના વોટર પાર્ક પાસે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે વોચ ગોઠવી વેસ્ટ ટાયરની આડમાં છુપાવી લવાતો 56.43 લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે રાજકોટ અને બિહારના બે શખ્સોને દબોચી લઈ 71.63 લાખનો મુદામાલ કબજે કર્યો છે પ્રાથમિક તપાસમાં દમણના શખ્સે ભિલાડ ચેક પોસ્ટ પાસેથી દારૂ ભરેલ ટ્રક આપ્યો હોવાનું જાણવા મળતા પોલીસે સપ્લાયર અને રીસીવરની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા દારૂ-જુગારની બદી સામે કડક કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને ચિરાગ જાદવની રાહબરીમાં પીએસઆઇ વી.ડી.ડોડીયા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એએસઆઈ અમીતકુમાર અગ્રાવત, હેડ કોન્સ્ટેબલ જયરાજ કોટીલા, રાજેશ જળુ, દિપક ચૌહાણ, દિલીપ બોરીચા અને કોન્સ્ટેબલ વિશાલ દવેને બાતમી મળી હતી કે એક અશોક લેલન્ડ ટ્રક નં. ૠઉં-03-ઇઢ- 3615 ચોટીલા તરફથી રાજકોટ તરફ આવે છે જે ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે આ બાતમી આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્કની સામે વોચ ગોઠવી હતી હતાં ત્યારે બાતમીવાળો ટ્રક ત્યાંથી પસાર થતાં તેને અટકાવી તપાસ કરતાં ટ્રકમાં બેઠેલા બે શખ્સોના નામઠામ પૂછતાં ડ્રાઇવરે પોતે મૂળ યુપીના જૌનપૂરનો હાલ ઘંટેશ્વર નજીક તિરૂપતિ હાઇટ્સમાં રહેતો વિશાલસીંગ સુનીલસીંગ રાજપુત ઉ.30 હોવાનું અને ક્લીનરે મૂળ બિહારનો અને હાલ ઘંટેશ્વર તિરૂપતિ હાઇટ્સમાં વિશાલસિંગ સાથે રહેતો રંગીલ રાજકુમાર રાય ઉ.35 હોવાનું જણાવ્યુ હતું પોલીસની પ્રાથમિક પુછતાછમાં ડ્રાઈવર વિશાલસીંગે ટ્રક પોતાની માલીકીનો હોવાનું અને મહારાષ્ટ્ર – ગુજરાત બોર્ડર ઉપર આવેલ ભિલાડ ચેક પોસ્ટથી ગુજરાત તરફના રસ્તે દમણના આલોક નામના શખ્સે ટ્રકમાં ટાયરોના ઢગલાની નીચે વિદેશી દારૂની ભરેલ હોવાનું અને રાજકોટ તરફ લઈ જવાનું જણાવેલ હતું બાદમાં પોલીસે ટ્રકમાં તપાસ કરતાં નાના-મોટા વેસ્ટેજ ટાયરોની નીચે સંતાડેલો 56.43 લાખનો 18,288 બોટલ દારૂ અને ટ્રક સહિત 71.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ડ્રાઈવર વિશાલસીંગ અગાઉ દમણ રહેતો હતો ત્યારે દારૂનો ધંધો કરતાં આલોક સાથે મિત્રતા થઈ હતી જેથી ત્રણેક મહીના પહેલા ટ્રકમાં ઈંગ્લીશ દારૂ ભરવા આપ્યો હતો અને બાદ પોતે પોતાના વતનમાં જતો રહ્યો હતો ગઈ તા.28 ના સવારે આલોકે ફોન ભિલાડ ચેક પોસ્ટ નજીક આવવાનું જણાવતા પોતે તથા પોતાનો મિત્ર રંગીલ બન્ને ખાનગી વાહનમાં ભિલાડ ચેક પોસ્ટ નજીક ગયા હતા અને ગઈકાલે સવારે આલોક ત્યાં આવેલ અને દારૂ ભરેલ ટ્રક આપ્યો હતો જે રાજકોટ ખાતે લઈ આવતા હોવાની કબૂલાત આપી હતી.