રાજકોટના સરધાર પંથકમાં પીજીવીસીએલના વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કરવા અંગે નોંધાયેલી ફરિયાદનો આજી ડેમ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે બે શખ્સોને 75 કિલો વાયર સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. સરધાર પંથકમાં પીજીવીસીએલ સ્ટાફ દ્વારા નાખવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરી થઇ હોય જે અંગે ફરિયાદ નોંધાઈ હતી ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી વી જાધવની સૂચનાથી આજી ડેમ પીઆઇ એ બી જાડેજા અને પીએસઆઈ એસ વી ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે દેવાંગભાઈ પાલા, હરપાલસિંહ જાડેજા અને ગોપાલભાઈ બોળીયાને મળેલી બાતમી આધારે લાપાસરી ગામથી આગળ ચોકડી પાસેથી સરધારમાં ઝુપડપટ્ટીમાં રહેતા હઠુ કાનજીભાઈ ચારોલીયા અને વિશાલ ઉર્ફે ભૂરો રમેશભાઇ વાઘેલાની ધરપકડ કરી 45 હજારનું વાહન અને 64 હજારનો 75 કિલો વાયર કબ્જે કરી સુરેશ વેરશી વાઘેલા અને વિજય વાઘેલાની શોડખોલ હાથ ધરી છે
64 હજારનો 75 કિલો વાયર સહિતનો મુદામાલ કબ્જે
- Advertisement -



