મૃતકના ખેતરમાં લસણ ચોરી અને જૂનાં મનદુ:ખમાં હત્યા કર્યાનું ખૂલ્યું
બંને આરોપીને એસઓજી પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા
- Advertisement -
ગળથના પૂર્વ સરપંચને ગળથના શખ્સે મિત્રની મદદથી હત્યાને અંજામ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગળથ ગામે રહેતા વિનુભાઈ કેશુભાઈ ડોબરીયા જે ભાજપના તાલુકા મંત્રી અને ગળથ ગામના પૂર્વ સરપંચ બે દિવસ પેહલા રાત્રીના સમયે ઘરેથી કામ સબબ બહાર નીકળ્યા હતા એ સમયે ગળથ ગામની એક દરગાહ પાસે પોહચ્યાં ત્યારે તેને આંતરીને વિનુભાઈને પેટના ભાગે અને ગાળાના ભાગે તીક્ષણ હથિયાર વડે તૂટી પડતા પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા અને શરીર માંથી લોહી વહી જતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું જયારે આ હત્યાના બનાવની જાણ પોલીસને થતા તુરંત ઘટના સ્થળે પોહચી હત્યા નિપજાવનાર આરોપીને ઝડપી સઘન તપાસ શરુ કરી હતી અને ક્યાં કારણોસર હત્યા કરી છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી હતી.
- Advertisement -
ગળથ ગામના ભાજપ આગેવાન અને પૂર્વ સરપંચ વિનુભાઈ ડોબરીયાની હત્યા બનાવ મામલે એસપી હર્ષદ મેહતાના માર્ગ દર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને ભેસાણ પીએસઆઇ કાતરિયા સાથે એસઓજી અને એલસીબી પોલીસની અલગ અલગ ટિમો બનાવી ટેક્નિકલ સોર્સના માધ્યમથી અને ઊંડાણ પૂર્વક તપાસ કરતા હત્યા પાછળનું કારણમાં મૃતક વિનુભાઈ ડોબરીયાના ખેતર માંથી લસણ ચોરી મામલો અને રૂપિયાની લેતી દેતી સાથે જૂનું મનદુ:ખમાં હત્યા થયાનું સામે આવ્યું હતું અને હત્યા કરનાર આરોપીઓ ગળથ ગામમાં રેહતો ગોરખ જસકુભાઇ બસીયા ઉ.27 અને રાજુ બાધુભાઇ બસીયા ઉ.27 રહે.વસપડા જી.અમરેલી વાળાને એસઓજી પીએસઆઇ સોલંકી મેડમ અને પોલીસ સ્ટાફે જેતપુર-બગસરા રોડ પર રફાળીયા ચોકડી નજીકથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
હત્યા મામલે પોલીસના જણાવ્યા પ્રમાણે ગોરખ બસીયા મજૂરી કામ કરે છે.અને રાજુ બસીયા ડ્રાઇવિંગ ધંધો કરે છે.જયારે વધુ વિગત પ્રમાણે બંને આરોપીઓને અગાઉ મૃતક વિનુભાઈ ડોબરીયા સાથે લસણ ચોરી બાબતે અને રૂપિયાની લેતી દેતી બાબતે મનદુ:ખ હતું આ મનદુ:ખના કારણે ગોરખ બસિયા અને તેના સંબંધી મિત્ર રાજુ બસિયાની મદદ લઇ બંને શખ્સોએ વિનુભાઈની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.જયારે પોલીસે બંનેથી ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી સાથે વધુ પુછપરછ શરુ કરશે અને હજુ કોઈ હત્યામાં સામેલ છે કે નહિ તે દિશામાં વધુ કડક તપાસ હાથધરી છે. ગળથ ગામના પૂર્વ સરપંચ અને તાલુકા ભાજપ મંત્રીની હત્યા મામલે એસઓજી પીએસઆઇ સોલંકી મેડમ અને ભેસાણ પીએસઆઇ કાતરિયા અને પોલીસ સ્ટાફ દ્વારા હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલીને ગોરખ અને રાજુ બંને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી.હાલ પોલીસ દ્વારા બંને આરોપીને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરીને વધુ પુછપરછ શરુ કરીને ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરશે.