ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
આ ચકચારી કેસની વિગત જોઈએ તો 2021ની સાલમાં રાજકોટના ગાંધીગ્રામ પો.સ્ટે.માં નોંધાયેલા પોકસો એક્ટની કલમ 8, 18 તથા ઈ.પી.કો. કલમ 363, 366 મુજબના ગુન્હામાં રાજકોટની સ્પેશ્યલ પોકસો કોર્ટએ નિર્દોષ જાહેર કર્યા છે. આ કામની ફરિયાદીના સગીરવયની એટલે કે 15 વર્ષની ઉંમરની દીકરીને જુવેનાઈલ સાથે પ્રેમસંબંધ હોય, તેણીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે તા. 7-9-2021ના રોજ બપોરના અરસામાં ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભોગ બનનારનું અપહરણ કરીને તેણીને રાજકોટથી ધ્રોલ લઈ ગયા અને અન્ય આરોપીઓ કે જે જુવેનાઈલ કૌટુંબીક મામા થતા હોય તેને વાત કરતા આરોપીઓ ઈકો ગાડી સાથે ધ્રોલ આવ્યા અને જુવેનાઈલ અને સગીરાને ઈકો ગાડીમાં બેસાડી ધ્રોલ તાલુકાના હમાપર ગામે આવેલા સહઆરોપી જીઈબાના પાવર સ્ટેશનમાં નોકરી કરતા હોય ત્યાં આવેલા એક રૂમમાં રહેવા જમવાની સગવડતા કરી આપી અને જુવેનાઈલે ભોગ બનનાર સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોય આરોપીઓ સામે દંડ સંહિતાની કલમ 363, 366 તથા જાતિ ગુન્હાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની કલમ 8 તથા 17 મુજબનો સજાપાત્ર ગુન્હો કરેલ રાજકોટના ગાંધીગ્રામ પો.સ્ટે.એ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી અને જેલહવાલે કર્યા હતા.
- Advertisement -
ઉપરોક્ત કેસ રાજકોટના સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતાં ધ્રોલ પંથકના રવિ મકવાણા તથા સાગર શિયાળને નામ.કોર્ટે પ્રોસીક્યુશન તહોમત નિ:શંકપણે પુરવાર કરવામાં ફરિયાદી પણ નિષ્ફળ નીવડેલ છે તેવા તારણ પર પહોંચીને નિર્દોષ છોડવાનો હુકમ કરેલો છે.આ ચકચારી કેસમાં રાજકોટના વકીલ કુલદીપસિંહ બી. જાડેજા, શિવરાજસિંહ ઝાલા, જ્યોત્સનાબા પી. જાડેજા, રવિરાજસિંહ પરમાર, હેતલબેન ભટ્ટ, રીંકલ પરમાર રોકાયેલ હતા.



