પોલીસે 50 મણ સોયાબીનનો મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
વિસાવદર પંથકની વાડીમાંથી થયેલી 50 મણ સોયાબીન ચોરીમાં પોલીસે બે શખ્સની વાહન સાથે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસાવદર તાલુકાના નાનીપીંડાખાઇ ગામે રહેતા બાબુભાઇ મામાધાઇ વાસીયાની વિસાવદર ભલગામ જવાનારોડ પર ધાર વિસ્તારમાં આવેલી વાડીમાં તા.8 ઓકટોબરની રાત્રીના અજાણ્યા શખ્સો 100 મણ સોયાબીનના ઢગલામાંથી રૂપિયા 29,500ની કિંમતના 50 મણ સોયાબીનની ચોરી કરી વાહનમાં ભરી નાસી ગયા હોવાની ફરિયાદ થઇ હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શનમાં વિસાવદરના પીઆઇ આર.એસ.પટેલની ટીમે સીસીટીવી કેમેરા અને ટેનિકલ સોર્સની મદદથી તપાસ હાથધરી વંથલી તાલુકાના ડુંગરી ગામનો જયેશ કાંતિ રાઠોડ અને પાવાગઢ રહેતો મુળ બિહારનો બલજીત સંજય યાદવને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા અને આારોપીનો પાસેથી રૂપિયા 1.50 લાખની કિંમતનુ જી.જે.11 ઝેડ 1623 નંબરનું વાહન અને રૂા.500નો મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો.



