ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.17
વેરાવળની સ્પેશિયલ NDPS કોર્ટે ગાંજાની હેરાફેરીના કેસમાં બે આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીઓ પાસેથી 1800 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. કોર્ટે દરેક આરોપીને 50 હજાર રૂૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના PI અરવિંદસિંહ જાડેજા અને તેમની ટીમે 7 જૂન 2023ના રોજ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. તાલાળા-સાસણ રોડ પર ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપ પાસેથી પ્યાગો રિક્ષામાંથી આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓમાં જૂનાગઢના સલીમ ઉર્ફે મેરુ કાસમ દલ અને તાલાલાના સત્તાર મહમદ દોમાનનો સમાવેશ થાય છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
- Advertisement -
જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટમાં દલીલ કરી હતી કે માદક પદાર્થોના કારણે દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. વળી, આ વેપારથી મળતા નાણાંનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થાય છે. જજ જે.જે. પંડ્યાએ સાક્ષીઓની જુબાની અને પુરાવાઓને આધારે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.