SOGએ જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાંથી પકડી પાડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
માળિયા હાટીનાનાં પોલીસ સ્ટેશનનાં ગુનાનાં ફરાર બે શખ્સોને એસઓજીએ જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાંથી ઝડપી લીધા હતા અને માળિયા પોલીસનાં હવાલે કર્યા હતાં.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ વંથલીનાં સોનારડીનો કમલેશ ઉર્ફે સાગર કાન્તીભાઇ સોલંકી અને મેંદરડાનાં વિજય ઉર્ફે ભીખો વલ્લભભાઇ કળથીયા સામે માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ બન્ને શખ્સ ફરાર હતાં. એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી ફરાર શખ્સોને ઝડપી લેવા તાકીદ કરી હતી. જેના પગલે એસઓજીનાં પીઆઇ એ.એમ.ગોહિલ,પીએસઆઇ જે.એમ.વાળા અને ટીમ પ્રયત્નશીલ છે.ત્યારે માળિયા પોલીસ સ્ટેશનનાં ફરાર બન્ને શખ્સો મધુરમ વિસ્તારમાં હોવાની બાતમીનાં આધારે એસઓજીએ અટક કરી હતી અને માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં સોંપી દીધા હતાં.