ટ્વિટરે ગિલગીટ- બાલ્ટીસ્તાનમાં પાક.ના અધિકૃત હેન્ડલને બ્લોક કરી નાખ્યું, સ્થાનિકોને તેમનું લોકેશન જમ્મુ-કાશ્મીરમાં દેખાઈ રહ્યું છે!
ખાસ-ખબર સંવાદદાતા
ગિલગિટ- બાલ્ટીસ્તાન હાલ પીઓકે- પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં છે પરંતુ ટવીટરે તેનું લોકેશન ભારતના જમ્મુ-કાશ્મીરમાં દેખાડીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. આ અંગેની વિગત એવી છે કે માઈક્રો બ્લોગીંગ સાઈટ ટવીટરે કંઈક એવું કર્યું છે, જેના કારણે પાકિસ્તાનની સરકાર પરેશાન થઈ ગઈ છે.
- Advertisement -
ટવીટરે ગિલગીટ-બાલ્ટીસ્તાનમાં પાકિસ્તાનના અધિકારિક હેન્ડલને બ્લોક કરી દીધું છે અને અહીના યુઝર્સને તેમના ક્ષેત્રનું લોકેશન જમ્મુ-કાશ્મીર જોવા મળી રહ્યું છે! જેના કારણે ત્યાંના યુઝર્સ ઘણાં પરેશાન છે. ટવીટરે ગિલગીટ-બાલ્ટીસ્તાનને ભારતનો બાગ બતાવ્યો છે.
ખરેખર વાત એમ છે કે રવિવારે જયારે આ ક્ષેત્રના લોકોએ પાકિસ્તાનની સરકારના અધિકૃત હેન્ડલને એકસેસ કરવાનું ઈચ્છયું તે ખબર પડી કે આ હેન્ડલ તો બ્લોક થઈ ગયું છે. સાથે સાથે આ ક્ષેત્રને ભારતના ભાગવાળું કાશ્મીર તરીકે બતાવ્યું.
આ ક્ષેત્રમાં રહેતા લોકોએ જયારે ટવીટ કર્યું તો ક્ષેત્રના લોકોના લોકોને ભારતના ક્ષેત્રમાં બતાવાયા હતા. કારણ કે લોકેશન કાશ્મીરનું હતું. ગિલગીટ-બાલ્ટીસ્તાનના ટવીટર યુઝર્સે જયારે આ બાબતે ફરિયાદ કરી તો એ ક્ષેત્રની સરકારના અધિકૃત એકાઉન્ટ એકસેસ નહોતા થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. યુઝર્સે ઘણીવાર સુધી સરકારના હેન્ડલ્સને એકસેસ કરવાની કોશિશ કરી પણ દર વખતે તેમને જવાબ મળ્યો, કાનુની માંગના જવાબમાં ભારતમાં એકાઉન્ટને રોકી લેવામાં આવ્યું છે.
- Advertisement -
માર્ચ 2023માં ભારતમાં પાકિસ્તાનની સરકારના અધિકૃત હેન્ડલ્સને બળ કરી દેવાયું છે. આ પુરા મામલે ટવીટર ખામોશ છે. ટિપ્પણી માટે પાકિસ્તાન ટેલિકોમ્યુનીકેશન ઓથોરીટી તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આવી. ટવીટર એલ્ગોરિધમ ગિલગીટ-બાલ્ટીસ્તાનને પોતાના ફીડમાં ભારતમાં દેખાડી રહ્યું છે.