છટણી કરવાનો અને 4000 કરોડની રકમ નહીં ચુકવવાનો પણ આરોપ
ખાસ-ખબર સંવાદદાતા
સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર ખરીદયા બાદ એલન મસ્કની તેમજ ટ્વિટરની મુશ્ર્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લઈ રહી. ટ્વિટર ખીદયા બાદ કર્મચારીઓની છટણી કરવાના મામલામાં પહેલા જ એક કોર્ટ કેસનો સામનો કરી રહેલા ટ્વિટર સામે હવે વધુ એક કેસ થયો છે. જેમા મસ્કની કંપની પર વૃધ્ધ કર્મચારીઓને ટાર્ગેટ કરીને તેમની છટણી કરવાનો અને તેમને પચાસ કરોડ ડોલર એટલે કે લગભગ 4000 કરોડ રુપિયા નહીં ચુકવવાનો આરોપ લાગ્યો છે.
- Advertisement -
ટ્વિટરના પૂર્વ એન્જિનિયર અને સિનિયર કર્મચારી ક્રિસ વૂડફિલ્ડે અમેરિકાની કોર્ટમાં દાખલ કરેલા દાવામાં આરોપ મુક્યો છે કે, એલન મસ્કે ટ્વિટર ખરીદયુ એ પછી કર્મચારીઓની છટણીમાં વરિષ્ઠ કર્મચારીઓને ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. કંપનીએ આવા કર્મચારીઓને અલગથી પેમેન્ટ નહીં કરીને સરકારના નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે.
મળતી વિગતો પ્રમાણે વૂડફિલ્ટ ટિવટરના સિએટલ ખાતે આવેલી ઓફિસમાં કામ કરતા હતા અને છટણી વખતે કંપનીએ કહ્યુ હતુ કે,કર્મચારીઓને બે મહિનાની સેલેરી અને બીજા પેમેન્ટ કરવામાં આવશે પણ કંપનીએ હજી સુધી આ રકમ કર્મચારીઓેને આપી નથી. જોકે ટ્વિટરનુ કહેવુ છે કે, છટણી બાદ જે પણ રકમ કર્મચારીઓને આપવાની છે તે રકમ અપાઈ ચુકી છે.