– આ આતંકી ઘટના અલગાવવાદી નેતા યાસિન મલિકને સજા સંભળાવવા માટે કેટલાક સમય પછી સામે આવી હતી
જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓ હવે બાળકોને પણ નિશાનો બનાવી રહ્યા છે. સતત બીજા દિવસે ફરી આતંકી હુમલો થયો છે. જ્યાં આતંકવાદીઓએ ટીવી એકટ્રેસને ગોળી મારીને હત્યા કરી દીધી તેમજ તેમની સાથે 10 વર્ષના ભત્રીજાને પણ ઇજા થઇ છે. આ ઘટનાથી ઘાટીમાં ભય પ્રસરી ગયો છે. આ પહેલા બે પોલીસ કોન્સ્ટેબલને આતંકવાદીઓએ નિશઆન બનાવ્યા હતા.
- Advertisement -
પોલીસએ આફેલી જાણકારી મુજબ, આતંકી હુમલો બુધવારના સાંજે બડગામ જિલ્લાના મદૂરાના હિશરૂ વિસ્તારમાં થઇ છે. હિશરૂ વિસ્તારમાં રહેતી ટીવી કલાકાર અંબરીન ભટ અને તેમના 10 વર્ષના ભત્રીજાને પણ આતંકવાદીઓએ ગોળી મારી હતી. ગોળી વાગવાના કારણે અંબરીન ભટ મૃત્યુ પામી છે. તેમના 10 વર્ષીય ઇજાગ્રસ્ત ભત્રીજાને હોસ્પિટલમાં સારવારા માટે દાખલ કરવામાં આવ્યો છે. ભત્રીજાને હાથમાં ગોળી વાગી હતી, જે હવે સુરક્ષા હેઠળ છે.
TV artist Ambreen Bhat shot dead in valley by Pakistan-sponsored terrorists. Her 9-year old Nephew seriously injured.
Innocent people are losing lives everyday in Kashmir but terror-sympathisers are still defending Yasin Malik. pic.twitter.com/alHbwoANGt
- Advertisement -
— Monica Verma (@TrulyMonica) May 25, 2022
આ આતંકી ઘટના અલગાવવાદી નેતા યાસિન મલિકને સજા સંભળાવવા માટે કેટલાક સમય પછી સામે આવી હતી, જેથી કેટલાક પ્રશ્નો સામે આવ્યા છે.
આ પહેલા મંગળવારના શ્રીનગરમાં સૌરા વિસ્તારમાં આતંકવાદીઓએ એક પોલીસ કોન્સ્ટેબલ સૈફુલ્લા કાદરીની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ દરમ્યાન તેમની 7 વર્ષની પુત્રી ઇજાગ્રસ્ત થઇ હતી.