‘હિટલર દીદી’ તરીકે જાણીતી અભિનેત્રી ડોલી સોહીનું 48 વર્ષની વયે અવસાન થયું. ડોલી સોહી છેલ્લા ઘણા મહિનાઓથી સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી.
તાજેતરમાં જ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ‘ઝનક’ ફેમ અભિનેત્રી ડોલી સોહી હવે આપણી વચ્ચે નથી રહી. લાંબા સમયથી જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહેલી ડોલી સોહીએ આજે સવારે 48 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
ટીવી અભિનેત્રી ડોલી સોહી, જે છેલ્લા ઘણા મહિનાઓથી સર્વાઇકલ કેન્સર સામે ઝઝૂમી રહી હતી, તેનું આજે 8 માર્ચે સવારે નિધન થયું હતું. અભિનેત્રીના નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે આજે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
‘કલશ’, ‘હિટલર દીદી’, ‘દેવોં કે દેવ મહાદેવ’ સહિતના ઘણા હિટ ટીવી શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ડોલી સોહીએ 48 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. ડોલીની બહેન અમનદીપ સોહીનું પણ એક દિવસ પહેલા અવસાન થયું હતું. ડોલી સર્વાઇકલ કેન્સર સામે લડી રહી હતી, જ્યારે અમનદીપનું મૃત્યુ કમળાને કારણે થયું હતું. ડોલી સોહીના પરિવારે એમના મૃત્યુની પુષ્ટિ કરી છે.
View this post on Instagram
ડોલીને તાજેતરમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ તેણીમાં સુધારો જોવા મળી રહ્યો હતો જો કે તબિયતની સમસ્યાઓના કારણે તેણીએ ‘ઝનક’ શો છોડવો પડ્યો કારણ કે તે કીમોથેરાપી લીધા પછી લાંબા સમય સુધી શૂટિંગ કરી શકી ન હતી. ડોલીને 2023 માં સર્વાઇકલ કેન્સર હોવાનું નિદાન થયું હતું.