– પેટાળમાં મોટુ દબાણ અને હલચલ મોટો ધરતીકંપ નોતરશે
ઉતરાખંડ ક્ષેત્રની ફોલ્ટલાઈનમાં તુર્કી જેવો મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે તેમ હોવાની ચેતવણી નેશનલ જીયોફીઝીકલ રીસર્ચ ઈન્સ્ટીટયુટના ચીફ ભૂવિજ્ઞાની એન. પુર્ણચંદ્રરાવે ઉચ્ચારી છે.
- Advertisement -
તેઓએ કહ્યું કે, ઉતરાખંડ ક્ષેત્રમાં દબાણ ઘણુ વધી રહ્યું છે અને તે રિલીઝ થવાના સંજોગોમાં મોટો ભૂકંપ સર્જાઈ શકે છે. જો કે ભૂકંપના સમય કે તારીખની આગાહી શકય નથી પરંતુ તેનાથી તારાજીનો આધાર અનેકવિધ પરિબળો પર હોય છે.
ઉતરાખંડને કેન્દ્રમાં રાખીને સમગ્ર હિમાલયન રીજીયનમાં 80 સેસ્મીક સ્ટેશનો સ્થાપવામાં આવ્યા છે અને વિવિધ ગતિવિધિઓ ચકાસવામાં આવી રહી છે. ડેટા એવુ સુચવે છે કે મોટુ દબાણ ઉભુ થઈ રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં જીપીએસ નેટવર્ક છે. જીપીએસ પોઈન્ટ કરી રહ્યો હોવાથી ધરતીની નીચે ફેરફાર થઈ રહ્યાનું સુચવાય છે.
તેઓએ દાવો કર્યો હતો કે ધરતીના પેટાળમાં શું થઈ રહ્યું છે તે ચકાસવામાં વેરીઓમેટ્રીક જીપીએસ ડેટા સૌથી વિેશ્વસનીય પદ્ધતિ છે. તેઓએ સ્પષ્ટ કર્યુ કે ભલે ચોકકસ સમયગાળાની ભવિષ્યવાણી થઈ શકતી ન હોવા છતાં ઉતરાખંડમાં મોટો ભૂકંપ તોળાય રહ્યો હોવાનું સ્પષ્ટ છે. વેરીઓમીટર્સના આધારે ધરતીના મેગ્નેટીક ફીલ્ડના ફેરફારોનું માપ નીકળે છે.
- Advertisement -
બદ્રીનાથ-કેદારનાથ જેવા પવિત્ર યાત્રાધામોના પ્રવેશદ્વાર સમા જોશીમઠની જમીન ખસકતી હોવાના તથા તિરાડો પડી રહ્યાના ઘટનાક્રમ વચ્ચે ભૂવિજ્ઞાનીને રીપોર્ટ મહત્વનો બની જાય છે. ઉતરાખંડની પવિત્ર ચારધામ યાત્રા પણ બે માસમાં શરૂ થવાની છે અને તેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે.
આઠ કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ સર્જાવાના સંજોગોમાં તેને ‘ગ્રેટ અર્થકવેક’ કહેવામા આવે છે. તુર્કીના ભૂકંપની તીવ્રતા 7.8ની હતી. ભલે તે ગ્રેટ અર્થકવેકની વ્યાખ્યામાં ન હોવા છતાં નબળા બાંધકામ સહિતના કારણોથી તબાહી મોટી થઈ છે. જમ્મુ-કાશ્મીરની અરૂણાચલ સુધીના હિમાલયન પત્રમાં 8થી અધિકની તીવ્રતાનો ભૂકંપ આવવાનું જોખમ છે.