1983માં આવેલ ફિલ્મ માસૂમનું આઇકોનિક ગીત ‘તુઝસે નરાઝ નહીં ઝિંદગી’ ના સિંગર અનુપ ઘોષાલે 77 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું.
ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ફેમસ સિંગર અનુપ ઘોષાલનું 77 વર્ષ અવસાન થયું. એમને 1983માં આવેલી ફિલ્મ માસૂમનું આઇકોનિક ગીત ‘તુઝસે નરાઝ નહીં ઝિંદગી’ ગાયું હતું જે બાદ એમની લોકપ્રિયતા ઘણી વધી હતી.
- Advertisement -
Bengali singer #AnupGhoshal passed away at 77 in south Kolkatahttps://t.co/M9vDT8y0BE
— BollyHungama (@Bollyhungama) December 16, 2023
- Advertisement -
જો અહેવાલોનું માનીએ તો ગાયક ઉંમર સંબંધિત ઘણી બીમારીઓથી પીડિત હતા જેના કારણે તેમને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અનુપ ઘોષાલનું શુક્રવારે બપોરે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યર થવાને કારણે નિધન થયું હતું.
‘તુઝસે નરાઝ નહીં ઝિંદગી’ ઉપરાંત એમને ઘણા હિન્દી ગીતો ગાયા છે. એટલું જ નહીં તેઓ રાજકારણમાં પણ જોડાયા હતા. 2011ની વિધાનસભા ચૂંટણીમાં, તેમણે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર ઉત્તરપરા બેઠક પરથી સફળતાપૂર્વક ચૂંટણી લડી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.