NIAએ કેનેડા પાસેથી નિજ્જરના મૃત્યુ પ્રમાણપત્રની માંગણી કરી હતી જેથી કરીને તેની સામે ભારતીય અદાલતોમાં પેન્ડિંગ કેસમાં કોર્ટને આ અંગે જાણ કરી શકાય પણ કેનેડાએ કર્યો ઇનકાર
ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા સતત ખોટું બોલી રહ્યું છે. વાસ્તવમાં સૌપ્રથમ કોઈ પુરાવા આપ્યા વિના કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો. આ પછી જ્યારે ભારતીય તપાસ એજન્સી NIAએ તાજેતરમાં કેનેડા પાસેથી તેનું મૃત્યુ પ્રમાણપત્ર માંગ્યું તો તેણે તે આપવાનો ઇનકાર કરી દીધો. હરદીપ સિંહ નિજ્જર ભારતીય મૂળના કેનેડિયન નાગરિક હતા. જૂનમાં તેની હત્યા કરવામાં આવી હતી. ભારતમાં NIA દ્વારા તપાસ કરવામાં આવી રહેલા નવ કેસોમાં નિજ્જર પર આરોપ મૂકવામાં આવ્યો હતો. NIAએ કેનેડા પાસેથી નિજ્જરના મૃત્યુ પ્રમાણપત્રની માંગણી કરી હતી જેથી કરીને તેની સામે ભારતીય અદાલતોમાં પેન્ડિંગ કેસમાં કોર્ટને આ અંગે જાણ કરી શકાય.
- Advertisement -
NIAના સૂત્રોનું કહેવું છે કે કેનેડાના અધિકારીઓએ ભારત દ્વારા કરવામાં આવેલી માંગ પર કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેનેડાએ પૂછ્યું કે શા માટે ભારતને તેના નાગરિકનું મૃત્યુ પ્રમાણપત્ર માંગવાનો અધિકાર હોવો જોઈએ. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ત્યારબાદ તેઓએ નિજ્જરનું મૃત્યુ પ્રમાણપત્ર શેર કરવાનો ઇનકાર કર્યો છે. નિજ્જરની હત્યાએ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદને વેગ આપ્યો હતો. કેનેડાએ ભારતીય એજન્સીઓની સંડોવણીનો આક્ષેપ કર્યો હતો. ભારતે તરત જ આનો અસ્વીકાર કર્યો અને કેનેડા પાસે પુરાવાની માંગ કરી. વિવાદ તાજેતરમાં વધ્યો જ્યારે કેનેડાએ વરિષ્ઠ ભારતીય રાજદ્વારીઓ પર નિજ્જર હત્યાની તપાસમાં રસ લેવાનો આરોપ લગાવ્યો. ભારતે તે રાજદ્વારીઓને પાછા બોલાવ્યા.
તમને જણાવી દઈએ કે, NIA હજુ સુધી અન્ય એક ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ (અમેરિકન નાગરિક) વિરુદ્ધ ઈન્ટરપોલ રેડ-કોર્નર નોટિસ મેળવવામાં સફળ થઈ નથી. NIA પન્નુ સામે છ ખાલિસ્તાન આતંકવાદી કેસોની તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં તેણે ચંદીગઢ, અમૃતસર અને પઠાણકોટમાં તેની ત્રણ મિલકતો આતંકવાદની કાર્યવાહીમાં જપ્ત કરી છે. રસપ્રદ વાત એ છે કે, પન્નુના જીવન પર જૂન 2023માં ન્યૂયોર્કમાં એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમેરિકાએ એક ભારતીય અધિકારીની સંડોવણીનો દાવો કર્યો હતો. ગયા અઠવાડિયે એક અનસીલ ચાર્જશીટમાં ખુલાસો થયો હતો કે યુએસએ વિકાસ યાદવ સામે આરોપો દાખલ કર્યા છે. યાદવ ભારતની રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના ભૂતપૂર્વ અધિકારી હોવાનું કહેવાય છે.