સભાપતિ જગદીપ ધનખડએ કહ્યું, તમે અનુભવી છો, સંસદની મર્યાદાને સમજો, વળતા જવાબમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- મને શિખવાડશો નહીં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સોમવારે સંસદના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ હતો. રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ અને વિપક્ષના નેતા (કજ્ઞઙ) મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ચર્ચા થઈ હતી. ધનખડે ખડગેને કહ્યું હતું કે આપણું બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આશા છે કે તમે તેની મર્યાદામાં રહેશો. જેના જવાબમાં ખડગેએ કહ્યું કે, આ 75 વર્ષમાં મારું યોગદાન પણ 54 વર્ષ છે. તો મને શીખવશો નહીં. આના પર ધનખડે કહ્યું, હું તમારું બહુ સન્માન કરું છું અને તમે આવું કહી રહ્યા છો. મને દુ:ખ થયું છે. આ પછી રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.
સત્રની શરૂઆત પહેલાં પીએમ મોદીએ કહ્યું- શિયાળુ સત્રમાં વાતાવરણ પણ ઠંડું રહેશે. મને એવી આશા છે. કમનસીબે, મુઠ્ઠીભર લોકો રાજકીય લાભ માટે ગુંડાગીરી દ્વારા સંસદને ક્ધટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. જનતા તેમને જુએ છે અને પછી સજા કરે છે. આ તરફ લોકસભાની કાર્યવાહી પણ પૂર્ણ થઈ શકી ન હતી. અદાણી મુદ્દે વિપક્ષના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી 27 નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હતી.
18મી લોકસભાનું ત્રીજું સત્ર (શિયાળુ સત્ર) 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન 19 બેઠકો થશે. સરકારે વક્ફ સુધારા બિલ સહિત 16 બિલોની યાદી સંસદમાંથી મંજૂરી માટે તૈયાર કરી છે. લોકસભાના બુલેટિન મુજબ લોકસભામાં 8 અને રાજ્યસભામાં 2 બિલ પેન્ડિંગ છે. સંસદમાં હાલમાં મૃત્યુ પામેલા સાંસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રવિવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં 30 પક્ષોના કુલ 42 નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓએ લોકસભામાં પહેલા દિવસે અદાણી કેસ પર ચર્ચાની માંગ કરી હતી. યુએસ ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી પર આરોપ લગાવ્યા છે કે તેણે સૌર ઊર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લગભગ 2,200 કરોડ રૂપિયાની લાંચ ઓફર કરી હતી. રાહુલ ગાંધીએ આ મામલે ઉંઙઈની માંગણી કરી છે.