પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી શહેર નજીક પેસિફિક મહાસાગરમાં એક કલાકની અંદર પાંચ શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ રશિયા માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
એક કલાકમાં આ વિસ્તારમાં પાંચ ભૂકંપના આંચકા નોંધાયા
- Advertisement -
7.4ની તીવ્રતાના ભૂકંપથી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી
બધા ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યા હતા
પહેલાં તો જર્મન રીસર્ચ સેન્ટર ફોર જીયો સાયન્સીઝે આ ભૂકંપ 6.7 અંકનો જ હોવાનું જણાવ્યું હતું પરંતુ પછીથી યુરોપિયન-મેડીટરેનીયન સીસ્મોલોજીકલ સેન્ટર (ઈએમએસસી) અને યુએસ જીયોલોજિકલ સર્વે (યુ.એસ.જી.એસ.)એ પછીથી જણાવ્યું હતું કે તે ભૂકંપ 7.4 મેગ્નીટયુડનો હતો. આ વિજ્ઞાાન સંસ્થાએ પછીથી જણાવ્યું કે કુલ તો પાંચ ભૂકંપ આવ્યા હતા. જે 10 કિ.મી.ની ઊંડાઈથી શરૂ થયા હતા.
- Advertisement -
– એક કલાકમાં આ પ્રમાણે ભૂકંપ થયા
૧) પહેલો ભૂકંપ : 6.6 અંકનો પેટ્રોપવલોવસ્ક-અને કામાત્સ્કી શહેરો વચ્ચે આવ્યો હતો તેવું તેનાથી 147 કિ.મી. દૂર પૂર્વમાં
૨) બીજો ભૂકંપ : 6.7 અંકનો, તે બંને શહેરોથી 151 કિ.મી. દૂર પૂર્વમાં આવ્યો.
૩) ત્રીજો ભૂકંપ : 7.4નો પેટ્રોપવલોવસ્ક-કામાત્સ્કીથી 144 કિ.મી. પૂર્વમાં આવ્યો.
૪) ચોથો ભૂકંપ : 6.7અંક પેટ્રોવલોવસ્ક-કામાત્સ્કીથી 130 કિ.મી. પૂર્વમાં આવ્યો.