હોળીનો તહેવાર માત્ર રંગોનો જ નહિ, પરંતુ ભૂલ-ચૂક ભૂલીને ગળે લાગવાનો તહેવાર પણ છે. આ દિવસે લોકો એક બીજાના ઘરે જાય છે અને હોળીની શુભેચ્છા પાઠવે છે. આ દરમિયાન મહેમાનને તમે કંઇક ટેસ્ટી સ્નેક્સ પીરસી શકો છો. ચાલો જાણીએ રેસીપી.
પાપડી ચાટ
- Advertisement -
મહેમાનને તમે પાપડી ચાટ પીરસી શકો છો. માર્કેટમાંથી તૈયાર મઠિયા લઈ લો અને દહીંને તૈયાર રાખો. તેમાં કાળું મીઠું, શેકેલું જીરું, ચિલી ફ્લેક્સ, મીઠી ચટણી વગેરે ઉમેરો. આ એકદમ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.
મગની દાળના રામલડ્ડૂ
હોળી પર તમે મગની દાળના રામલડ્ડૂ પીરસી શકો છો. તેના માટે પહેલા જ મગની દાળના ભજીયા બનાવી રાખો અને મૂળી-ગાજરને સમારીને ફ્રિજમાં મૂકી દો. જ્યારે મહેમાન આવે, ત્યારે તેને લીલી ચટણી, દહીં અને ગાજર-મૂળીના લચ્છા સાથે પીરસો.
- Advertisement -
હરા-ભરા કબાબ
જો તમે ટેસ્ટી અને હેલ્ધી સ્ટાર્ટર શોધી રહ્યા છો, તો પાલકના પાન, લીલા વટાણા અને બટેકા વડે તૈયાર થતો હરા-ભરા કબાબ ટ્રાય કરી શકો. હોળી માટે આ એક શ્રેષ્ઠ સ્નેક વિકલ્પ બની શકે. આ એક બેસ્ટ સ્ટાર્ટર છે. તમે તેને બર્ગર બનમાં ભરીને સેન્ડવિચની જેમ પણ પીરસી શકો.
કટોરી ચાટ
હોળી પર કટોરી ચાટ પણ બનાવી શકાય. તે માટે બટેકાની કટોરીઓ પહેલા થી જ તળીને રાખી દો. મહેમાન આવે ત્યારે તેમાં ચટપટી સ્ટફિંગ કરીને તરત જ સર્વ કરી શકાય.
ચણા સ્પ્રાઉટ ચાટ
જો તમે હેલ્ધી અને ટેસ્ટી વિકલ્પ શોધી રહ્યા હો, તો ચણાની સ્પ્રાઉટ ચાટ બનાવી શકો. ચણાને અંકુરિત કરીને હલકા પકાવી લો. પછી તેમાં ડુંગળી, લીલા મરચાં, ધાણાજીરું, લીંબૂનો રસ અને થોડા મસાલા નાખીને પીરસો.
આ રીતે, તમે હોળીના તહેવારે તમારા મહેમાન માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્નેક્સ બનાવી શકો!