ટ્રમ્પ ઈફેકટ : ભારતે ર્બોબોન વ્હીસ્કીની આયાત જકાત ઘટાડી
મોદીની મુલાકાત પુર્વે જ આદેશ જારી કરી દેવાયો હતો
- Advertisement -
ભારત ઘણી ઉંચી ટેરિફ વસુલતુ હોવાના તથા ભારત સાથે વ્યાપાર કઠિન હોવાના વિધાન સાથે અમેરિકા પણ ઉંચી ટેરિફની સમાન નીતિ અપનાવશે તેવી ટ્રમ્પની જાહેરાત વચ્ચે ભારત સરકારે ર્બોબોન વ્હીસ્કીની આયાત જકાતમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. મોદીની ટ્રમ્પ સાથેની મુલાકાત પુર્વે જ આ નિર્ણય લેવાયાનું જાહેર થયુ છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉંચા ટેરીફ દર સામે નારાજગીને પગલે ભારત સરકાર દ્વારા ર્બોબોન વ્હીસ્કી પરની આયાત જકાત 150 ટકાથી ઘટાડીને 100 ટકા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 13 ફેબ્રુઆરીએ જ આ આદેશ જારી કરાયો હતો પરંતુ તેના પર મોડુ ધ્યાન ખેંચાયુ હતુ. જો કે, અન્ય શરાબ પ્રોડકટ પરની આયાત જકાત 150 ટકા પર યથાવત રાખવામાં આવી છે.
જાણકારોના કહેવા પ્રમાણે મુખ્યત્વે અમેરિકાથી થતી આયાતમાં ફાયદો થશે. અમેરિકા જેવા વ્યુહાત્મક ભાગીદાર રાષ્ટ્ર સાથે ભારત સરકાર ટેરિફ ઘટાડવાનો વ્યુહ અપનાવી રહ્યાના સંકેત છે. ભારતની 35 અબજ ડોલરની માર્કેટ છે. ઉંચા ટેરિફ સામે ઉદ્યોગમાં પણ ગણગણાટ હતો.