મસ્કે જાહેરાત કરી હતી કે તે 12 ઓગસ્ટના રોજ યુએસ સમય અનુસાર રાત્રે 8 વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાઈવ વાતચીત કરશે. તેમણે કહ્યું કે આ વાતચીત અનસ્ક્રીપ્ટેડ હશે અને મુદ્દાઓ નક્કી કરવામાં આવશે નહીં, તેથી ટ્રમ્પ સાથેનું આ જીવંત સત્ર મનોરંજક હોવાની અપેક્ષા રાખી શકાય છે.
એક્સના સીઈઓ એલોન મસ્કને રિપલ્બિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્ટરવ્યુ પહેલા ટેક્નિકલ ગ્લિચનો સામનો કરવો પડ્યો. તેના કારણે દર્શકોને લાઈવ સ્ટ્રીમિંગ સુધી પહોંચવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જેના કારણે તેમનું આ ઈન્ટરવ્યુ 45 મિનિટ મોડુ શરૂ થયું હતું. તેના માટે મસ્કે સાઈબર હુમલાવરોને જવાબદાર ગણાવ્યા હતા.
- Advertisement -
એક્સના સીઈઓ એલોન મસ્કે એક્સ પર આ વિશે જાણકારી આપતા જણાવ્યું કે, એવું જાણવા મળી રહ્યું છે કે, DDoS હુમલો થયો છે. તેને બંધ કરવા પર કામ ચાલી રહ્યું છે. સૌથી ખરાબ સ્થિતિમાં અમે ઓછી સંખ્યામાં લાઈવ પોતાના દર્શકો સાથે આગળ વધી રહ્યા છીએ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીતને પછીથી પોસ્ટ કરીશું.
અમે પહેલા ટ્રાયલ કર્યું હતું
તેમણે એક અન્ય ટ્વીટમાં એ પણ જણાવ્યું હતું કે, અમે 8 મિલિયન દર્શકોની હાજરીમાં તેનું ટ્રાયલ કરીને જોયું હતું. તેમને વધુ જણાવતા કહ્યું કે, અમે જોયું કે રાતે 8 વાગે કેટલાક યુઝર સાઈટના પેજ પર આવી શક્યા નહોતા. જો કે થોડીવાર પછી 115,000થી વધારે લોકો સ્ટ્રીમિંગમાં સફળતાપૂર્વક સામેલ થઈ ચૂક્યા હતા.
- Advertisement -
હકીકતમાં એલોન મસ્ક અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાઈવ ઈન્ટરવ્યુ કરવા લાગ્યા હતા. જેનો એક વીડિયો ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. મસ્કે જાહેરાત કરી હતી કે તે 12 ઓગસ્ટે અમેરિકિ સમયના અનુસાર, રાતના 8 વાગે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક્સ પર લાઈવ વાતચીત કરશે. તેમને જણાવ્યું કે, આ વાતચીત અનસ્ક્રિપ્ટેડ હશે અને તેના માટે કોઈ પણ મુદ્દા નક્કી નહીં હોય.
ટ્રમ્પની ટ્વિટર પર વાપસી
અમેરિકામાં 5 નવેમ્બર 2024ના રોજ યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાપસી કરી લીધી છે. એક્સના માલિક એલોન મસ્કની સાથે લાઈવ ઈન્ટરવ્યુ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક કેમ્પેન વીડિયો પોસ્ટ કર્યો હતો.
જણાવી દઈએ કે, 2021માં યુએસ કેપિટલ હિંસા પછી ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જેને મસ્કના હસ્તક્ષેપ પછી એક્સના નામથી જાણવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ત્યારે ટ્રુથ સોશિયલ નામથી પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. ગત વર્ષે અકાઉન્ટ રિસ્ટોર થયા પછી ટ્રમ્પ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલા એક્ટિવ નહોતા અને પોતાની પોસ્ટ માટે ટ્રુથ સોશિયલનો ઉપયોગ કરતા હતા. અકાઉન્ટનું સસ્પેન્શન હટાવ્યા પછી એક્સ પર પહેલી પોસ્ટ ઓગસ્ટ 2023માં કરી હતી, જેમાં તેમણે મગશોર્ટવાળી એક તસવીર શેર કરી હતી.
અમેરિકામાં પાંચમી નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અમેરિકાના પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો ઈન્ટરવ્યુ લીધો હતો. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના કમલા હેરિસ પર પ્રહાર
ઈલોન મસ્કને આપેલા ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘તે જો બાઈડેન કરતા પણ વધુ અયોગ્ય છે. જો બાઈડેનને વ્હાઇટ હાઉસમાંથી બળજબરીથી હટાવવામાં આવી રહ્યો છે. તેમને પ્રમુખ પદની ચૂંટણીની રેસમાંથી બળજબરીથી બહાર કરી દેવામાં આવ્યા છે.’
ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ટરવ્યુ દરમિયાન ગયા મહિને પોતાના પર થયેલા જીવલેણ હુમાલાને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મને તરત જ ખબર પડી ગઈ કે તે ફાયરિંગ થયું છે. મને એ પણ ખબર પડી ગઈ હતી કે ગોળી મારા કાન પર વાગી હતી. મને ભગવાનમાં વિશ્વાસ છે. એટલે હું બચી ગયો હતો. મેં રેલીમાં લોકોને બુલેટ બુલેટ બોલતા સાંભળ્યા હતા.’