ચીન-EUએ આકરું વલણ દાખવતાં US ભીંસમાં!
ચીનની આમાં બાદબાકી, 104%થી ટેરિફ વધારી 125% કર્યો, ચીને ઞજ પર 84% ટેરિફની જાહેરાત કરી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 75થી વધુ દેશો પર જેવા સાથે તેવા એટલે કે રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ માટે રોકી દીધો છે. આ તેમના નિર્ણય સાથે જ અમલી થઈ ગયું છે. જો કે, તેમણે આ છુટમાં ચીનનો સમાવેશ કર્યો નથી, પરંતુ તેના પર ટેરિફ 104% થી વધારીને 125% કર્યો છે. ટ્રમ્પે આ કાર્યવાહી ચીન દ્વારા લગાવવામાં આવેલા જવાબી 84% ટેરિફ બાદ કરી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ચીને વૈશ્ર્વિક બજાર પ્રત્યે આદર દર્શાવ્યો નથી. એટલા માટે હું તે ટેરિફ વધારીને 125% કરી રહ્યો છું. મને આશા છે કે ચીન ટૂંક સમયમાં તે સમજી જશે કે અમેરિકા અને અન્ય દેશોને લૂંટવાના દિવસો પૂરા થઈ ગયા છે. યુરોપિયન યુનિયન (ઊઞ)એ બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર વળતો પ્રહાર કરીને ઘણાં યુએસ ઉત્પાદનો પર 25% સુધીના ટેરિફને મંજૂરી આપી. આ દ્વારા ઊઞ અમેરિકા પર કરાર પર પહોંચવા માટે દબાણ લાવવા માંગે છે.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, ઊઞની યાદીમાં સોયાબીન, માંસ, ઈંડા, બદામ, લોખંડ, સ્ટીલ, કાપડ, તમાકુ અને આઈસક્રીમ સહિત ઘણાં અમેરિકન ઉત્પાદનોને લક્ષ્ય બનાવવામાં આવ્યાં છે.
બીજી તરફ, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 104% ટેરિફના જવાબમાં, ચીને પણ અમેરિકા પર 84% ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ આવતીકાલથી લાગુ થશે. અગાઉ ચીને અમેરિકન માલ પર 34% ટેરિફ લાદ્યો હતો, જેમાં આજે 50%નો વધારો કરવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે 75થી વધુ દેશોએ અમેરિકાના પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું છે અને આ દેશોએ મારા મજબૂત સૂચન પર અમેરિકા સામે કોઈપણ રીતે જવાબી કાર્યવાહી કરી નથી. તેથી મેં 90 દિવસનો વિરામ સ્વીકાર્યો છે. ટેરિફ પર આ રોક નવા વેપાર કરારો પર વાટાઘાટો માટે સમય આપશે.
મંદી અને ફુગાવાનું જોખમ હતું: ટ્રમ્પના નજીકના સાથીઓ પણ ટેરિફની વિરુદ્ધમાં હતા
1. ટ્રમ્પ ટેરિફને કારણે અમેરિકા સહિત વૈશ્ર્વિક બજારમાં 10 ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો. જોકે, ટેરિફ બંધ કરવાના નિર્ણયના કલાકોમાં જ, યુએસ શેરબજારની વેલ્યુમાં 3.1 ટ્રિલિયન ડોલરનો વધારો થયો.
2. ટ્રમ્પના ઘણા નજીકના સલાહકારો અને ખુદ ઈલોન મસ્કે ટેરિફ યુદ્ધ બંધ કરવાની સલાહ આપી હતી. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના ઘણા નેતાઓ પણ ટેરિફની વિરુદ્ધ હતા. મિચ મેકકોનેલ, રેન્ડ પોલ, સુસાન કોલિન્સ અને લિસા મુર્કોવસ્કીએ ટેરિફને “ગેરબંધારણીય, અર્થતંત્ર માટે નુકસાનકારક અને રાજદ્વારી રીતે ખતરનાક” ગણાવ્યું હતું.
3. ટેરિફના કારણે યુએસ બોન્ડ્સનું અણધાર્યું વેચાણ થયું. ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો થયો હતો, પરિસ્થિતિ કોરોના સમયગાળા જેવી બની રહી હતી.
4. વોલ સ્ટ્રીટ બેંકોએ ચેતવણી આપી હતી કે ટેરિફથી અમેરિકામાં મોંઘવારી, બેરોજગારી વધશે અને મંદી આવશે.
5. અમેરિકા ચીન પાસેથી 440 બિલિયન ડોલરની આયાત કરે છે. તેણે આના પર 124% ટેરિફ લાદ્યો છે. ચીનથી ઉત્પાદનો આયાત કરતી અમેરિકન કંપનીઓએ હવે વિકલ્પ શોધવો પડશે તે એક મોટો પડકાર બની રહ્યો હતો. આવી સ્થિતિમાં, આ કંપનીઓની સપ્લાય ચેઇન માટે અન્ય દેશો પર ટેરિફ બંધ કરવો જરૂરી હતો.