- પ્રાઈમરી ઈલેકશનમાં ટ્રમ્પ બાઈડનથી પણ બે પોઈન્ટ આગળ
અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવારની દાવેદાર રિપબ્લીકન પાર્ટીની ભારતીય મૂળની નિકકી હેલીને ઝટકો લાગ્યો છે, પાર્ટીના ઉમેદવાર માટેના દાવેદારીમાં પુર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુપર ટયુસડે પ્રાઈમરી ઈલેકશનમાં આઠ રાજયોમાં જીત થઈ છે.
નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં તેમનો વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મુકાબલો થશે. આ સાથે જ નિકકી હેલી રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર નીકળી શકે છે. અત્યાર સુધી આવેલા પરિણામોમાં 8 રાજયોમાં ટ્રમ્પની જીત થઈ છે. ટ્રમ્પની લોકપ્રિયતા જોતા તે સુપર ટયુસ ડેમાં થયેલ 15 રાજયોમાં થયેલી પ્રાઈમરી ચુંટણીમાં કલીન સ્વીપ કરી શકે છે.
- Advertisement -
પોતાની જીત પર ટ્રમ્પે સોશ્યલ મીડીયા પર મતદાતાઓનો આભાર માન્યો છે. ટ્રમ્પ પ્રાઈમરી ઈલેકશનમાં 65 પોઈન્ટ મેળવીને સૌથી આગળ ચાલી રહ્યા છે. બીજી બાજુ રાષ્ટ્રપતિ જો બાઈડન આ મામલે બે પોઈન્ટ પાછળ છે.