તહેરાન સહિતના ઈરાનના શહેરો પર બોમ્બ વરસાવવાની ટ્રમ્પની ધમકી
ઈરાન જો અણુ કાર્યક્રમમાં સહયોગ નહી આપે તો આર્થિક પ્રતિબંધ વધારવા ઉપરાંત અમો બોમ્બમારો કરશું: તહેરાનને સીધી ધમકી: ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ મેળવવા માટે લશ્કરી પગલાનો વિકલ્પ અમોએ બંધ કર્યો નથી: ટીવી મુલાકાતમાં આકરી ભાષાનો ઉપયોગ
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાનને નિશાન બનાવતા આ દેશના અણુ કાર્યક્રમ અંગે જો ઈરાન કોઈ સમજુતી અમેરિકા સાથે કરશે નહી તો તહેરાન સહિતના ઈરાનના શહેરો પર બોમ્બ વરસાવવાની ધમકી આપવાની સાથે ડિયોગા-ગાર્સીયા સહિતના અમેરિકી હવાઈ દળ મથકો પરના બોમ્બર વિમાનોને એલર્ટ પર મુકી દીધા છે. પોતાના પ્રથમ કાર્યક્રમમાં પણ ટ્રમ્પે ઈરાનના અણું કાર્યક્રમ મુદે આક્રમક વલણ અપનાવ્યુ હતું. ઈરાન પર તેના શાંતુ હેતુ માટેના અણુ કાર્યક્રમમાં અણુ બોમ્બ બનાવી શકાય તે રીતે સમુદાય યુરોનીયમનો ભંડાર સર્જવા અને અણુ મિસાઈલ બનાવવા સહિતના આરોપ મુકયા હતા તથા ઈરાને જે રીતે શાંતિમય હેતુ માટે તેના અણુ કાર્યક્રમ માટે આંતરરાષ્ટ્રીય કરાર કર્યા હતા.
તે પછી અમેરિકાને અલગ કરી લીધુ હતું. આમ બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી આ મુદે રાજદ્વારી ટકકર ચાલુ છે. તે વચ્ચે એક મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનના અણુ કાર્યક્રમ મુદે બન્ને દેશો વચ્ચે વાટાઘાટ ચાલુ છે પણ જો ઈરાન તેમાં સંમત થાય નહી તો અમેરિકા ઈરાન પર વધુ આર્થિક પ્રતિબંધ અને જરૂર પડે બોમ્બ પણ વરસાવી શકે છે. તેઓએ ઈરાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવા માટે ચેતવણી આપી હતી. અગાઉ પણ અમેરિકાએ આ પ્રકારે સૈન્ય ઉપયોગની ચેતવણી આપી હતી. અમેરિકા તથા ઈરાન વચ્ચે સીધા રાજદ્વારી સંબંધ નથી તેથી ઈરાને જાહેર કર્યુ છે કે ઓમાન મારફત અમેરિકાને જવાબ આપી દેવાયા છે. બીજી તરફ ડેનમાર્કના નિયંત્રણ વાળા ગ્રીનલેન્ડ પર પણ અમેરિકી દાવા પર હવે ટ્રમ્પે લશ્કરી પગલાની ધમકી આપી છે.
તેઓ ગ્રીનલેન્ડને અમેરિકા સાથે જોડવા માંગે છે. ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે તેઓ ગ્રીનલેન્ડને અમેરિકા સાથે જોડવા માંગે છે. જે દુનિયાની સલામતી સાથે જોડાયેલો મુદો છે. જેઓ વાતચીતથી હું ઉકેલ લાવવાનો આશાવાદી છે પણ લશ્કરી વિકલ્પ એ હજું બંધ કર્યા નથી એ સારી બાબત છે કે અમો લશ્કરી ઉપયોગ વગર તે કરવા માટે તૈયાર છીએ. ટ્રમ્પ ગ્રીનલેન્ડમાં લશ્કરી થાણા ફરી મજબૂત બનાવવા માંગે છે.