યુનિવર્સિટીમાં યહુદી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સાથે ભેદભાવ થાય છે: ટ્રમ્પ શાસનનો આરોપ
યુનિ.ના સંચાલનમાં સુધારા માટે ઓગષ્ટ સુધીનું અલ્ટીમેટમ : પેલેસ્ટાઈન દેખાવો સામે તિવ્ર નારાજગી
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ દેશમાં શિક્ષણ એ હવે રાજયોની જવાબદારી પર છોડી દીધા બાદ વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિ. માટે અમેરિકા સરકારની 2.2 બિલિયન ડોલરની ગ્રાન્ટ પણ સ્થાપિત કરી દીધી છે તથા આ યુનિ.ના કેમ્પસમાં જે રીતે હમાસ અને પેલેસ્ટાઈન સહિતના અલગતાવાદી જૂથો સક્રીય છે તેની સામે પગલાની માંગણી સાથે હાર્વર્ડના સંચાલન બોર્ડ વિ.માં ફેરફારની માંગ કરી છે.
ટ્રમ્પ શાસનનો આરોપ છે કે, યુનિવર્સિટીમાં યહુદી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સાથે ભેદભાવ થઈ રહ્યો છે તથા કેમ્પસમાં પેલેસ્ટાઈનને સમર્થન અને યહુદીમાં વિરોધી વધતી નફરતને આગળ ધરીને આ ગ્રાન્ટ રોકવાની જાહેરાત કરી છે અને જણાવ્યું હતું કે યુનિ. એ ફેડરલ કાનુનોનો ભંગ કર્યો છે તેથી તે સરકારી ફંડીંગને માટે પાત્ર નથી.
જો કે હાર્વર્ડના પ્રેસીડેન્ટ એલન ગાર્બરે ટ્રમ્પ શાસનના તમામ આરોપો ફગાવી દીધા છે અને તેઓએ યુનિ.ની કોમ્યુનીટીને એક ખુલ્લા પત્રથી ટ્રમ્પ શાસનની માંગણી એ યુનિ.ની સ્વતંત્રતામાં સરકારની દખલગીરી ગણાવી હતી. ટ્રમ્પ શાસને હાર્વર્ડ યુનિ. સાથેના 90000 ડોલરના કોન્ટ્રાકટ પણ રદ કર્યા છે. તા.11 એપ્રિલના ટ્રમ્પ શાસને એક પત્ર લખીને હાર્વર્ડ યુનિ.માં ઓગષ્ટ 2025 સુધીમાં તેના બોર્ડ તથા સંચાલનમાં સુધારાની માંગ કરી હતી તથા ખાસ કરીને યહુદી- વિદ્યાર્થીઓ- પ્રોફેસરો સાથે ભેદભાવ અને કેમ્પસમાં અલગતાવાદી- પેલેસ્ટાઈન તરફી જૂથોને અપાતી સ્વતંત્રતા સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા. અમેરિકામાં 60 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારે યહુદી વિરોધી ભારતના દેખાવો અંગે તપાસ શરૂ કરી છે.