ગાઝા પીસ સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભૂલથી કેનેડિયન પીએમ માર્ક કાર્નેને ‘પ્રેસિડેન્ટ’ કહીને હાસ્ય ઉભું કર્યું હતું. માર્ક કાર્નેએ ફરી મજાક કરી, અને ટ્રમ્પે જસ્ટિન ટ્રુડો વિશે કટાક્ષ કર્યો.
ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆતમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીનો ઉલ્લેખ કરતાં તેમને ‘મિસ્ટર પ્રેસિડન્ટ’ કહ્યા છે. જ્યારે કાર્ની કેનેડાના વડાપ્રધાન છે. અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ટ્રમ્પનું આ સંબોધન મજાકરૂપ લાગ્યું હતું. ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ધમકી આપી હતી. કાર્નીએ તુરંત મંચ પર હળવા અંદાજમાં જવાબ આપ્યો હતો કે, તમે મને અપગ્રેડ કરી દીધો સર! બાદમાં ટ્રમ્પે હસતાં કહ્યું કે, ઓહ, આ મેં શું કહી દીધું? સારુ છે ગવર્નર તો ન કહ્યાં… આ બંને નેતાઓ વચ્ચેનો વાર્તાલાપ કેમેરામાં કેદ થયો હતો. કાર્નીની પાછળ ઉભા બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મરે આ સંવાદ દરમિયાન હળવા હાસ્ય સાથે તાળીઓ પાડી હતી.
- Advertisement -
અમેરિકા-કેનેડા વચ્ચે વિવાદ
આ ઘટનાને લોકોએ અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ સાથે જોડ્યો છે. હાલમાં જ 7 ઓક્ટોબરના રોજ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ અને કાર્નીએ મુલાકાત કરી હતી. જેમાં ટ્રમ્પે કેનેડા પર ઊંચો ટેરિફ લાદવાનું આકરૂ વલણ અપનાવ્યું હતું. તેમજ કેનેડાને અમેરિકામાં સામેલ થવાની ઓફર પણ મૂકી હતી. કાર્ની અગાઉ સેન્ટ્રલ બેન્કના ગવર્નર પણ રહી ચૂક્યા છે. ટ્રમ્પ અવારનવાર કેનેડામાંથી ઘૂસણખોરી તેમજ અમેરિકાની પ્રોડક્ટ્સ પર ઊંચો ટેરિફ લાદવાનો આક્ષેપ કરે છે.
બ્રિટિશ વડાપ્રધાનનું પણ અપમાન
- Advertisement -
કાર્ની સાથે આ સંવાદ બાદ ટ્રમ્પ અન્ય નેતાઓને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે, હું તમને બધાને વર્ષોથી ઓળખુ છું. બાદમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર તરફ ઈશારો કરી કહ્યું કે, કીર તમારૂ શું? આવો બોલો. સ્ટાર્મર સમજ્યા કે, ટ્રમ્પ સ્ટેજ પર બોલવા માટે બોલાવે છે, તો તેઓ ઉત્સાહિત થઈ સ્ટેજ તરફ આગળ વધ્યા. પરંતુ ટ્રમ્પે તેમને રોકતાં કહ્યું કે, ના, ના, બસ થોડી રાહ જુઓ. તમારો પછી વારો. ટ્રમ્પની આ ટીખળથી સ્ટાર્મર અસહજ થયા હતાં. અને ફરી પાછા પોતાના સ્થાને પરત ફર્યા હતા. કાર્નીએ તેમને દિલાસો આપતાં હોય તેમ ખભા પર હાથ થપથપાવ્યો હતો. સ્ટાર્મરે ખોટા હાસ્ય સાથે પરિસ્થિતિ સંભાળી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલ થયા હતા. એક યુઝરે પોસ્ટ કરી કે, ટ્રમ્પે સ્ટાર્મરને વર્લ્ડ સ્ટેજ પર એપિક રીતે શરમજનક સ્થિતિમાં મૂક્યાં. ટ્રમ્પ ક્યારેય કશું ભૂલતા નથી. અન્ય એકએ કમેન્ટ કરી કે, સ્ટાર્મર વિચારતાં હશે, હું તો બોલવા માટે આવ્યો હતો, પરંતુ ટ્રમ્પે તેમની મજાક બનાવી દીધી.
અન્ય નેતાઓને પણ શરમજનક સ્થિતિમાં મૂક્યા
ટ્રમ્પનું ભાષણ મુખ્યત્વે ગાઝા શાંતિ કરાર પર કેન્દ્રિત હતું. જેને તેમણે ઐતિહાસિક પળ કહી હતી. કરાર હેઠળ ઈઝરાયલ-હમાસ વચ્ચે બંધકોને મુક્ત કરવામાં આવ્યા. અમેરિકાની મધ્યસ્થીમાં યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા. પરંતુ ભાષણ દરમિયાન ટ્રમ્પે અનેક નેતાઓ પર ટીખળ કરી હતી. મિસ્રના પ્રમુખ અબ્દેલ ફતાહ અલ-સીસી પર પણ ટીકા કરતાં કહ્યું કે, તમે મિસ્રને ફરીથી મહાન બનાવ્યા. પરંતુ મારી મદદ વિના આ સંભવ નથી. સીસીએ તાળી પાડી જવાબ આપ્યો હતો. પરંતુ અમુક લોકોએ આ ટીખળને ટ્રમ્પની ક્રેડિટ ચોરી કહી હતી.
તેમણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પોતાના જૂના મિત્ર ગણાવ્યા. પરંતુ કહ્યું કે, તમારે મારી સલાહ પહેલાં જ માની લેવી જોઈતી હતી, નહીં તો આ યુદ્ધ આટલું લાંબુ ન ખેંચાતું. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ટ્રમ્પે મીડલ-ઈસ્ટના અસલી બોસ કહ્યા અને ટીખળ કરી કે, તમારા પૈસાથી આ ડીલ થઈ છે, પરંતુ મગજ મારૂ હતું.