ઞજ રાષ્ટ્રપતિએ યુરોપિયન દેશો પર ટેરિફની ધમકી પાછી ખેંચી
ગ્રીનલેન્ડ પર ગઅઝઘ ચીફ સાથે સમજૂતીનું ફ્રેમવર્ક નક્કી: 8 દેશ પર 10% ટેરિફ લગાવ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે તેઓ હવે 8 યુરોપિયન દેશો પર 10% ટેરિફ નહીં લગાવે. આ ટેરિફ 1 ફેબ્રુઆરીથી લાગુ થવાનો હતો. ટ્રમ્પે આ નિર્ણય દાવોસમાં ગઅઝઘ સેક્રેટરી જનરલ માર્ક રુટે સાથે ગ્રીનલેન્ડ અને આર્કટિક ક્ષેત્ર પર વાતચીત કર્યા પછી લીધો. ટ્રમ્પે કહ્યું હતું કે બંને નેતાએ ગ્રીનલેન્ડ અને સમગ્ર આર્કટિક ક્ષેત્રને લઈને ભવિષ્યના સોદાનું ફ્રેમવર્ક નક્કી કર્યું છે. આનાથી અમેરિકા અને તમામ ગઅઝઘ સભ્યોને ફાયદો થશે.
તેમણે ટ્રુથ પર લખ્યું કે, આ સમજૂતીના આધારે હું ટેરિફ નહીં લગાવું. ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજાનો વિરોધ કરનારા યુરોપિયન દેશો પર 10% ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. ટ્રમ્પ અને નાટો વચ્ચે ગ્રીનલેન્ડ ફ્રેમવર્ક હેઠળ ઘણા મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. આ અંતર્ગત ગ્રીનલેન્ડ અને સમગ્ર આર્કટિક ક્ષેત્રની સુરક્ષા નાટો અને અમેરિકા મળીને કરશે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે આ ડીલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ડેઇલી મેલના અહેવાલ મુજબ, અમેરિકાને ગ્રીનલેન્ડમાં કેટલાક મર્યાદિત વિસ્તારોમાં પોતાના સૈન્ય ઠેકાણાં બનાવવાની મંજૂરી મળશે.
આ ઠેકાણાંનો ઉપયોગ જમીન, સમુદ્ર અને હવા ત્રણેય મોરચે દેખરેખ અને રક્ષા માટે થશે. આ સાથે જ નાટો, અમેરિકાના પ્રસ્તાવિત ‘ગોલ્ડન ડોમ’ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમમાં પણ સહયોગ કરશે.
ફ્રેમવર્કમાં એ પણ સામેલ છે કે ગ્રીનલેન્ડના ખનિજ સંસાધનો પર અમેરિકા સાથે ભાગીદારી થશે. રશિયા અને ચીનને આ વિસ્તારમાં આર્થિક કે સૈન્ય પકડ બનાવતા રોકવામાં આવશે.
જૂનથી 25% ટેરિફ લગાવવાની ધમકી આપી હતી
- Advertisement -
ટ્રમ્પે 17 જાન્યુઆરીએ 8 યુરોપિયન દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ગ્રીનલેન્ડને લઈને અમેરિકા સાથે કોઈ સમજૂતી નહીં થાય, તો 1 જૂનથી આ ટેરિફ વધારીને 25% કરી દેવામાં આવશે. આ દેશોમાં ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ અને ફિનલેન્ડનો સમાવેશ થતો હતો. તેના જવાબમાં યુરોપિયન યુનિયને પણ અમેરિકા પર વેપાર પ્રતિબંધો લગાવવા અંગે વાતચીત શરૂ કરી દીધી હતી.



