ટ્રમ્પે પહેલીવાર કોઈ દેશને દંડ ફટકાર્યો
ભારત-US વચ્ચે 6 મહિનાથી ટ્રેડ ડીલ ન થઈ
- Advertisement -
ભારત કૃષિ-ડેરી ક્ષેત્રમાં છૂટછાટ નહીં આપે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા પર વાતચીત ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી. 6 મહિના થઈ ગયા છે, પરંતુ બંને દેશો હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી. અમેરિકા ભારતનાં કૃષિ અને ડેરી ક્ષેત્રમાં પ્રવેશવા માગે છે, પરંતુ ભારત આ માટે તૈયાર નથી. આ ઉપરાંત ભારત તેના નાના અને મધ્યમ ઉદ્યોગો (ખજખઊ) પ્રત્યે વધુ સાવધ રહી રહ્યું છે.
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદશે અને રશિયા પાસેથી શસ્ત્રો અને તેલ ખરીદવા બદલ તેના પર દંડ પણ લાદશે. ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવા પાછળના એક કારણ તરીકે બ્રિક્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ-કોન્ફરન્સમાં આ વાત કહી. ભારત સાથે વેપાર સોદાના પ્રશ્ર્ન પર ટ્રમ્પે કહ્યું- અમે હજુ પણ વાતચીત કરી રહ્યા છીએ. આમાં બ્રિક્સનો મુદ્દો પણ છે. આ અમેરિકાવિરોધી દેશોનો સમૂહ છે અને ભારત તેનો સભ્ય છે. આ ડોલર પર હુમલો છે અને અમે કોઈને ડોલર પર હુમલો કરવા દઈશું નહીં. ટ્રમ્પે કહ્યું- આ થોડું બ્રિક્સને કારણે છે અને થોડું વેપારની સ્થિતિને કારણે છે. આપણી પાસે મોટી ખાધ છે. પીએમ મોદી મારા મિત્ર છે, પરંતુ તેઓ વ્યવસાયની દૃષ્ટિએ આપણી સાથે બહુ કંઈ કરતા નથી. તેમનો ટેરિફ વિશ્ર્વમાં સૌથી વધુ છે. હવે તેઓ એને ઘણો ઘટાડવા માટે તૈયાર છે.
- Advertisement -
ભારતે કહ્યું- રાષ્ટ્રીય હિત સર્વોપરી
ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં લશ્કરી સાધનો ખરીદે છે. આવી સ્થિતિમાં જ્યારે રશિયા યુક્રેનમાં હત્યા કરી રહ્યું છે ત્યારે ભારત અને ચીન તેની પાસેથી સૌથી વધુ ક્રૂડ ખરીદી રહ્યા છે. ભારતે આ માટે ટેરિફની સાથે દંડ પણ ચૂકવવો પડશે. ટ્રમ્પે પહેલીવાર કોઈ દેશ પર દંડની જાહેરાત કરી છે. ટ્રમ્પે એપ્રિલમાં ઘણા દેશો પર ટેરિફ લાદ્યો હતો. એ સમયે ભારત પર 26% ટેરિફ લાદવામાં આવ્યો હતો, જોકે બે દિવસ પછી બધા દેશો પર સરેરાશ 10% ટેરિફ લાદ્યો હતો. ભારતના ખાસ વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે અમેરિકન અધિકારીઓ સાથે 5 રાઉન્ડની વાતચીત કરી છે. ઞજ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ બ્રેન્ડન લિંચ ઓગસ્ટમાં ભારતની મુલાકાતે આવશે.
ટ્રમ્પ ટેરિફની શેરબજાર પર કોઈ અસર નહીં
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર જાહેર કરાયેલા 25% ટેરિફની અસર ભારતીય શેરબજાર પર દેખાઈ રહી નથી. આજે, એટલે કે ગુરુવાર, 31 જુલાઈ, સેન્સેક્સ નીચલા સ્તરથી 800 પોઈન્ટ રિકવર થયા પછી 81,500 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી લગભગ 30 પોઈન્ટ વધીને 24,900 પર છે. સેન્સેક્સના 30 શેરમાંથી 28 શેરમાં ઘટાડો અને 8 શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાટા મોટર્સ, રિલાયન્સ, મહિન્દ્રા અને એરટેલના શેરોમાં 1%થી વધુ ઘટાડો જોવા મળ્યો છે. ઝોમેટો, ટાટા સ્ટીલ અને એચયુએલના શેરમાં વધારો થયો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 34 શેરમાં ઘટાડો અને 16 શેરમાં તેજી જોવા મળી રહી છે. ગજઊના રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સમાં 1.15% ઘટાડો જોવા મળ્યો છે. ઋખઈૠ શેરોમાં 1.34% વધારો જોવા મળ્યો છે.