બંને દેશો વચ્ચે ડિફેન્સ, ટેકનોલોજી અને એનર્જી ક્ષેત્રે ભાગીદારી મજબૂત બનશે
ખાસ-ખબર ન્યૂઝ બ્રિટન, તા.17
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા મંગળવારે રાત્રે બે દિવસના બ્રિટન પ્રવાસે પહોંચ્યા. છેલ્લા છ મહિનામાં આ તેમની બીજી મુલાકાત છે. સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પર બ્રિટિશ વિદેશ સચિવ યવેટ કૂપર સહિતના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. બુધવારે ટ્રમ્પ વિન્ડસર કેસલ ખાતે કિંગ ચાર્લ્સ, ક્વીન કેમિલા, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનને મળશે. સેન્ટ જ્યોર્જ હોલમાં તેમના સન્માનમાં વિશેષ ડિનરનું આયોજન પણ કરવામાં આવશે. આ પ્રસંગે ગદશમશફના ઈઊઘ જેન્સન હ્વાંગ, આાહયના ઈઊઘ ટિમ કૂક અને ઘાયક્ષઅઈંના ઈઊઘ સેમ ઓલ્ટમેન જેવા દિગ્ગજ બિઝનેસ લીડર્સ પણ હાજર રહેશે. મુલાકાત દરમિયાન અમેરિકા અને યુકે વચ્ચે ટેકનોલોજી, ઊર્જા અને વેપાર ક્ષેત્રે 42 બિલિયન (રૂ. 3.6 લાખ કરોડ)થી વધુના સોદા થવાના છે. આ પ્રવાસ 18 સપ્ટેમ્બરના બપોરે પૂર્ણ થશે. અમેરિકા છોડતા પહેલા ટ્રમ્પે કહ્યું કે આ મુલાકાત તેમના માટે સન્માનની વાત છે અને બ્રિટન સાથે તેમના ખૂબ સારા સંબંધો છે. તેમણે કહ્યું, ’બ્રિટન વેપાર કરારને વધુ સારો બનાવવા માંગે છે, અને હું તેમને મદદ કરીશ. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ તેમના મિત્ર રાજા ચાર્લ્સને મળવા આવ્યા છે. રાજાની પ્રશંસા કરતા તેમણે કહ્યું, ’તેઓ એક અદ્ભુત વ્યક્તિ છે જે બ્રિટનને ગૌરવ અપાવે છે.’ ટ્રમ્પે બ્રિટનને તેમના હૃદયની નજીક ગણાવ્યું. તે જ સમયે, મુલાકાત શરૂ થતાંની સાથે જ અમેરિકન ટેકનોલોજી કંપનીઓએ બ્રિટનમાં 3.6 લાખ કરોડ રૂૂપિયાના રોકાણની જાહેરાત કરી. આમાં માઇક્રોસોફ્ટ 2.6 લાખ કરોડ રૂૂપિયા અને ગૂગલની કંપની આલ્ફાબેટ 59 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણો કૃત્રિમ બુદ્ધિ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને પરમાણુ ઊર્જા જેવા ક્ષેત્રોમાં હશે. આનાથી બ્રિટનમાં સારી નોકરીઓનું સર્જન થશે અને અર્થતંત્રને ફાયદો થશે. 2019માં યુકેની તેમની પ્રથમ રાજ્ય મુલાકાત દરમિયાન બકિંગહામ પેલેસ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ. તેમની સાથે રાણી એલિઝાબેથ, મેલાનિયા ટ્રમ્પ, પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કર બાઉલ્સ હતા. 2019માં યુકેની તેમની પ્રથમ રાજ્ય મુલાકાત દરમિયાન બકિંગહામ પેલેસ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ. તેમની સાથે રાણી એલિઝાબેથ, મેલાનિયા ટ્રમ્પ, પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કર બાઉલ્સ હતા. પીએમ સ્ટાર્મરના પ્રવક્તાએ કહ્યું- આ મુલાકાત વૈશ્ર્વિક સ્થિરતા અને સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી બંને દેશોના સામાન્ય પડકારો અને તકો પર ચર્ચા કરશે, કારણ કે આપણે આપણા ઊંડા સંબંધોના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. ટ્રમ્પની સાથે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ હશે, જેઓ બ્રિટનના નવા વિદેશ મંત્રી યવેટ કૂપર સાથે વાતચીત કરશે. બ્રિટિશ સરકાર આ મુલાકાતનો ઉપયોગ અમેરિકાને નાટો અને યુક્રેનને ટેકો આપવા માટે મનાવવા માટે કરી શકે છે.



