ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ, ભૂસ્તરશાસ્ત્રી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા મોજે સુત્રાપાડા ખાતેથી પાસેથી એક બ્લેક ટ્રેપ ખનીજનાં ગેરકાયદેસર વહન સબબ ટ્રક જપ્ત કરી જી.એચ.સી.એલ. સુત્રાપાડા ખાતે રાખવામાં આવેલ. ઉપરાંત, કાજલી, સોમનાથ બાયપાસ,ચાંડુવાવ , સૂપાસી ખાતેથી ખનીજ ગેરકાયદેસર વહન સબબ સાદી રેતીના બે ટ્રક, બ્લેક્ટ્રેપનું એક ટ્રક અને બિલ્ડિંગ લાઈમ સ્ટોન ખનીજનું એક ટ્રેક્ટર તેમજ હાર્ડ મૂરમનું એક ટ્રેક્ટર ,લાઈમસ્ટોન બોલ્ડરનું એક ટ્રેક્ટરની અટક કરી કુલ આશરે ત્રણ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.