ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, દેવોના દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો પહેલા સોમવારથી પ્રારંભ થય ગયો છે. જેમાં શિવભક્તો ભગવાન ભોળાનાથના મંદિરોમાં જઈને પૂજન અર્ચન કરીને પુણ્યનું ભાથુ ભેગુ કરી રહ્યા છે.
- Advertisement -
ગિરનારી ગ્રુપ સભ્યો દ્વારા પણ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન ભોળાનાથનું પુજન અર્ચન કરીને વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના કરીને જુનાગઢ શહેરની જુદી જુદી ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ગરમા ગરમ ફરાળી પેટીસ, દહીંનું ભોજન પ્રસાદ કરાવીને પહેરવા માટેના કપડાનું વિતરણ કરવામાં આવેલ હતું. સાથે ગૌ માતાઓ માટે ગોળ, ખોળ, ઘઉંના લોટનું ભડથું સહિતની વાનગીઓ મિશ્રણ કરીને લાડુ બનાવીને શહેરના જુદા જુદા વિસ્તારમાં ગૌ માતાઓને લાડુઓ ખવડાવવામાં આવેલ હતા. આ ત્રિવિધ કાર્યક્રમોની સેવાઓમાં ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓ શ્રી દિનેશભાઈ રામાણી, સમીરભાઈ ઉનડકટ, અક્ષિતભાઈ કુબાવત, કશ્યપભાઈ દવે, સમીરભાઈ દવે, હરીભાઇ કારીયા, પરેશભાઈ સાવલિયા, સુધીરભાઈ રાજા, પરાગભાઇ ભુપ્તા, પ્રિન્સ નિમાવત, ઋતિક ગજ્જર, સુરેશભાઈ વાઢીયા, શુભભાઈ વાઢીયા સહિતના લોકોએ પોતાની સેવાઓ આપેલ હતી. અને આખા શ્રાવણ માસ દરમિયાન ગિરનારી ગ્રુપ દ્વારા જુદી જુદી પ્રકારના ધાર્મિક લોક ઉપયોગી કાર્યક્રમો યોજવામાં આવશે. તેમ યાદીને અંતે જણાવેલ હતું.