બે બાઈક, મોબાઈલ કબજે કરતી એ ડિવિઝન પોલીસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં કોર્પોરેશન ચોકમાં પાંચેક દિવસ પહેલાં સંજયભાઈ પરમાર નામના યુવકને તમે અમારી બહેન સામે જુઓ છો! તેમ કહી ધમકાવી તેનો મોબાઈલ અને બાઈકની લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને એ-ડિવીઝન પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલી ત્રિપુટી પૈકી એક આરોપી પોલીસ બની તોડ કરવાના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ આંબેડકરનગરમાં રહેતા અને મેટોડા કંપનીમાં કામ કરતા સંજયકુમાર બિજલભાઈ પરમાર ઉ.50એ ત્રણ અજાણ્યા શખ્સો સામે લૂંટ અંગે ગત 23 તારીખે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી એ ચૌધરીની સૂચના અંતર્ગત એ ડિવિઝન પીઆઇ બી વી બોરીસાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફના સાગરભાઈ માવદિયા, કનુભાઈ બસિયા, મહેશભાઈ ચાવડા અને ધર્મેશભાઈ ખંડેખાને મળેલી બાતમી આધારે ઉપરોક્ત લૂંટના ગુનામાં સંડોવાયેલ દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડ ક્વાટરમાં રહેતા સમીર ઈસ્માઈલ ચાનીયા, કુવાડવા રોડ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા સલીમ ગફાર ઠેબા અને જામનગરના અઝરૂદીન હુશેન સફીયાની રામનાથપરા પાસેથી ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ગયેલ બાઈક, મોબાઈલ અને એક અન્ય બાઈક સહીત 1,05,000નો મુદામાલ કાબે કર્યો હતો પકડાયેલી ત્રિપુટી પૈકી સમીર સામે આ અગાઉ ચોરી, નકલી પોલીસ તરીકેની ઓળખ આપી તોડ કરવા સહિતના ત્રણ ગુના રાજકોટમાં નોંધાઈ ચુક્યા છે જયારે આરોપી સલીમ સામે જામનગર અને રાજકોટમાં દારૂ, બળજબરીથી પૈસા કઢાવવા, ચોરી સહિતના આઠ ગુના નોંધાઈ ચુક્યા છે તેમજ બે વખત પાસા તળે જેલયાત્રા પણ કરી ચુક્યો છે.



