જૂનાગઢ દામોદર કુંડ ખાતે સાધુ સાધુ સંતો તથા ભાજપ આગેવાનો પ્રાર્થનાસભા યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ મનપા દ્વારા મોરબી દુર્ઘટનામાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ સાથે પ્રાર્થના સભા યોજાઈ હતી આ દુર્ઘટના માં 134 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મોરબી શહેર ખાતે કેબલ બ્રીજ દુર્ઘટનામાં દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે દામોદર કુંડ, ભવનાથ ખાતે જેમાં ગિરનાર ક્ષેત્રના સાધુ-સંતો, રાજકીય અગ્રણીઓ,તેમજ અધિકારીઓ દ્વારા પ્રાર્થના સભા યોજાય હતી આ તકે સાધુ સંતો હરિગિરી મહારાજ ,ઇન્દ્રભારતીજી મહારાજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરીજી મહારાજ,મેયર ગીતાબેન પરમાર,ડે.મેયર ગીરીશભાઈ કોટેચા,સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા,દંડક અરવિંદભાઈ ભલાણી,કોર્પોરેટર ધીરુભાઈ ગોહેલ,આધ્યાશક્તિબેન મજુમદાર,પલ્લવીબેન ઠાકર, આરતીબેન જોષી,નાયબ કમિશનર જયેશભાઈ વાજા, યોગીભાઈ પઢિયાર,જ્યોતિબેન વાછાણી, સાધુસંતો તથા શહેરીજનો ઉપસ્થિતિ રહ્યા હતા.તેમજ દિવંગતના પરિવારજનો ને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી.