કોંગ્રેસ દ્વારા બંન્ને મહાન નારી શક્તિના જન્મ જયંતી નિમિત્તે પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને લોખંડી નેતા ઇન્દિરા ગાંધી તેમજ અદભૂત શૌર્ય અને અખંડ વીરતાનું પ્રતીક મહારાણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતી નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
- Advertisement -
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલા ઇન્દિરા સર્કલ ખાતે ઇન્દિરા ગાંધીની પ્રતિમાને ભાવભરી પુષ્પાંજલિ અર્પણ કરી ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મહિલા કોલેજ ચોક ખાતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પણ કોંગ્રેસના અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, રાજ્ય એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપ્તિબેન સોલંકી સહિત જશવંતસિંહ ભટ્ટી, યુનુસ જુણેજા, ડી પી મકવાણા, બ્રિજરાજસિંહ રાણા, મયુર ખોખર અને અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે બંન્ને મહાન નારી શક્તિના યોગદાનને યાદ કરીને તેમને વંદન કર્યા હતા.



