ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે તા. 11 મી ફેબ્રુઆરીના દિવસે મહામાનવ સંસ્કાર દ્રષ્ટા રાજપુરુષ પં. દીનદયાળ ઉપાધ્યાયજીની 57મી પુણ્યતિથિ પર તેઓના પાવન સ્મરણને શત શત વંદન કરતા ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રણેતા ભારતમાતાના પનોતા પુત્ર પં. દીનદયાલ ઉપાધ્યાય એક મહાન ભારતીય ચિંતક -વિચારક, પ્રેરણાદાયી સમાજસેવક અને સિદ્ધાંતવાદી મૂલ્યનિષ્ઠ રાજપુરુષ હતા,જેમણે ભારતીય જનતા પાર્ટી(ભારતીય જનસંઘ)ની સ્થાપના કરવા માં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને સાથ આપ્યો હતો. ભારતીય સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, હિન્દુત્વ અને ભારતીય સંસ્કારિતા-નૈતિક મૂલ્યોના હિમાયતી તરીકે તેમણે દેશની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે એવા નાગરિકો-રાજકીય-સામાજિક કાર્યકર્તાઓનું મજબૂત સંગઠન ઉભું કર્યું છે
- Advertisement -
જેણે દેશ ને શક્તિશાળી અને સામર્થ્યવાન બનાવ્યો છે. તેઓ માનતા હતા કે જે પક્ષ કે સંગઠન દેશભક્ત જ્ઞાનયુક્ત, શીલવાન, ક્ષમતાવાળા અને નૈતિક સંસ્કાર સાથે પરાક્રમી હોય તો તે સમાજ અને રાષ્ટ્રના જાગૃત પ્રહરી બની શકે. આજે તેમણે કંડારેલી કેડી ને રાષ્ટ્રીય રાજમાર્ગ બનાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પં. દીનદયાળ ઉપાધ્યાયના વિચારો માંથી પ્રેરણા લઈ દેશ ને સામાજિક સમરસતા અને સમાનતા સાથે સર્વાંગીણ પ્રગતિ ના માર્ગે નેતૃત્વ આપી રહ્યા છે ત્યારે ઉપાધ્યાયજીની એક રાષ્ટ્ર, શ્રેષ્ઠ ભારતની વિભાવના આજે સબકા સાથ, સબકા વિકાસ તરીકે ગુંજી રહી છે.