આજે અમદાવાદથી 130 કિમીની ઝડપે દોડતી ‘વંદે ભારત ટ્રેન’નું ટ્રાયલ રન કરાયું. આથી, હવે નવરાત્રીમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે.
દિલ્હી-આગ્રા વચ્ચે વંદે ભારતના ટ્રાયલ બાદ આજે અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરાયું. 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનનું આજે અમદાવાદથી ટ્રાયલ કરાયું. નોંધનીય છે કે આ ટ્રેનનું ટ્રાયલ રન તારીખ 7 અને 8 સપ્ટેમ્બરના રોજ યોજાવાનું હતું પરંતુ આ ટ્રેન કોટાથી દિલ્હી પરત ફરી હતી કે જ્યાં તેનું દિલ્હી અને આગ્રા વચ્ચે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એટલા માટે તેનું ટ્રાયલ રન આજે કરવામાં આવ્યું.
- Advertisement -
ટ્રેનમાં મુંબઇનું ભાડું રહેશે 3500 રુપિયા
મહત્વનું છે કે, અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન બાદ સેમી હાઇ સ્પીડ ટ્રેનનું આજે ટ્રાયલ રન કરાયું છે ત્યારે હવે નવરાત્રીમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે. તમને જણાવી દઇએ કે, 1128 પેસેન્જરની ક્ષમતાવાળી ટ્રેનમાં મુંબઇનું ભાડું 3500 રુપિયા રહેશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ, ચંદીગઢના સોનાવલમાં તેની ઓસિલેશન ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા બાદ કોટા ડિવિઝનમાં કુલ 6 અલગ-અલગ સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં તેના તમામ ટ્રાયલ અપેક્ષા મુજબ સાચા હોવાનું જણાયું હતું. તેની સાથે પશ્ચિમ મધ્ય રેલવેના કોટા-નાગદા-સવાઈ માધોપુર વિભાગ પર ટ્રાયલ કર્યા બાદ તેને 180-170ની ઝડપે ચલાવવામાં આવી હતી.
- Advertisement -
જાણો વંદે ભારત એક્સપ્રેસની ખાસિયતો વિશે
-કુલ 16 કોચ ધરાવતી આ ટ્રેન સામાન્ય શતાબ્દી ટ્રેનની સરખામણીએ ઓછો સમય લેશે.
-વંદે ભારત એક્સપ્રેસની 180 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ.
-ટ્રેનના મધ્યમાં બે ઉચ્ચ વર્ગના કંપાર્ટમેન્ટ હશે અને પ્રત્યેકમાં 52 સીટ હશે.
-જ્યારે સામાન્ય કોચમાં 78 સીટ હશે.
-ટ્રેનમાં એકસાથે 1,128 યાત્રીઓ મુસાફરી કરી શકશે.
-વંદે ભારત એક્સપ્રેસમાં GPS,અલગ પ્રકારની લાઇટ, ઑટોમૅટિક દરવાજા અને CCTV સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે.
-આ ટ્રેન વાઈફાઈ, AC,વ્યક્તિગત ચાર્જિંગ સૉકેટ જેવી સુવિધાઓથી સજ્જ હશે