ગણપતિ બાપ્પાને મોદક અને લાડુ અતિ પ્રિય છે. ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે અને જો તમે પણ ગણેશજીની સ્થાપના કરવાના હો તો અત્યારથી થોડી તૈયારી કરી લેવી ઉચિત રહેશે. બાપ્પાને આમ તો નારિયેળમાંથી બનતા મોદકનો ભોગ ધરાવવામાં આવે છે. પરંતુ હવે તો માર્કેટમાં અલગ-અલગ પ્રકારના મોદક મળે છે. આજે અમે અહીંયા તમને મોદકનો એકદમ નવો જ પ્રકાર પાન મોદક બનાવતા શીખવી રહ્યા છે. પાન મોદક બનાવવા માટે કઈ-કઈ સામગ્રીની જરૂર પડશે તે જોઈ લો.
- Advertisement -
મોદક
સામગ્રી:
7થી 8 એલચી, 4થી 5 પેંડા કે માવો, 2 વાટકી ચોખાનો લોટ, 2 ચમચા ઘી, થોડુંક મીઠું
બનાવવાની રીત
સૌપ્રથમ લીલા નારિયેળનું છીણ કરી તેમાં ગોળ અથવા સાકર મિક્સ કરીને ગેસ પર ધીમા તાપે ગરમ કરો. આ મિશ્રણને ધીમા તાપે સતત હલાવતાં રહો, નહીં તો મિશ્રણ વાસણમાં ચોંટી જશે. મિશ્રણને બરાબર ઘટ્ટ બનાવવું. આ મિશ્રણ એકાદ-બે દિવસ અગાઉ પણ બનાવીને ફ્રીજમાં રાખી શકાય છે. એક વાસણમાં બે વાટકી પાણી લઇને ગરમ કરો, પાણી ઉકળે એટલે તેમાં એક ચપટી મીઠું, ઘી અથવા તેલ નાખો. હવે તેમાં ધીરે-ધીરે ચોખાનો લોટ નાખતા જાવ, પછી ઢાંકણ થોડી વાર સીઢવા દો, તાપ એકદમ ધીમો રાખવો. ત્યારબાદ આંચ પરથી તપેલું ઉતારી લઇ એક થાળીમાં લોટ કાઢી લઇ હાથ પર ઘી લગાવી ગરમ-ગરમ લોટ જ ગૂંદી લેવો. હવે લોટના ગોળા બનાવવા. તેના વચ્ચે ખાડો કરી પહેલેથી તૈયાર કરેલું પૂરણ ભરી મોદકના આકારમાં ગોળા બંધ કરતા જવું. આ રીતે મોદકનો આકાર આપવો. બધા ગોળામાં પૂરણ ભરાઇ જાય પછી એક તપેલીમાં પાણી ગરમ મૂકવું, તેના પર એક ચારણીમાં પાતળું કપડું પાથરી એના પર તૈયર કરેલા બધા ગોળા મૂકી 15 મિનિટ સુધી બાફઈ લેવા. ત્યાર બાદ ઠંડા થયા પછી પ્રસાદ તરીકે ધરાવવો.
- Advertisement -
રવા- નારીયેળના લાડુ
સામગ્રી:
400 ગ્રામ રવો એટલે કે સોજી, 200 ગ્રામ નાળિયેર પાવડર, 1/2 કપ કિસમિસ, કાજુ અને ચિરોંજી, જરૂર મુજબ ગરમ કરેલનું દૂધ, 200 ગ્રામ ઘી.
બનાવવાની રીત
સૌથી પહેલા એક કડાઈમાં દૂધ ગરમ કરો. નોન સ્ટીક પેનમાં ઘી ગરમ કરો. ઘીમાં રવા અથવા સોજી નાંખો અને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. રવામાં ગરમ દૂધ અને ખાંડ નાખીને હલાવતા રહો. હવે નાળિયેરનો પાવડર અને ઝીણા સમરેલા કાજુ મિક્સ કરો. જ્યાં સુધી મિશ્રણ ગાઢ ન થાય ત્યાં સુધી ગેસ પર ચડવા દો. હવે એક વાસણમાં મિશ્રણ લો અને એક મિનિટ માટે ઠંડુ થવા દો. ત્યારબાદ તેનો થોડો ભાગ લો અને લાડુ જેવો બોલ બનાવો. જ્યારે લાડુ બની જાય એટલે તેને બચેલા નાળિયેરના પાઉડરમાં લપેટો અને ઉપર કિસમિસ નાખો. તો તૈયાર છે રવા-નાળિયેર લાડુ.
માવાના મોદક
સામગ્રી : 250 ગ્રામ માવો, 70થી 80 ગ્રામ સાકર કે ખાંડ, એલચી, ખાવાનો રંગ, કેસર.
બનાવવાની રીત
માવાને એકદમ છૂટો કરીને મસળી લો. મિકસરમાં પણ તમે માવાને મસળી શકો છો. હવે તેમાં સાકર નાખી પાછો માવો મસળી લો. પછી માવાને એક જાડા તળિયાવાળી કડાઈમાં ધીમી આંચ પર રાખી સાકર ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. મિશ્રણ કડાઈ છોડવા લાગે એટલે થોડુ લીસુ થાય ત્યારે એને ગેસ પરથી ઉતારી ઠંડુ કરવા માટે હલાવતાં રહો. હવે તેમાં એલચીના દાણાનો ભૂકો અને કેસરને વાટી લો અને માવામાં મિક્સ કરી દો. જો સફેદનાં બદલે તમારે કોઇ અલગ પ્રકારનાં મોદક બનાવવા હોય તો તેમાં ખાવાનો કલર મિક્સ કરી શકો છો. મોદક બનાવવાના મોલ્ડ બજારમાં મળે છે તેમાં માવાનું પૂરણ ભરી, બંધ કરી, હલકા હાથે ખોલી મોદક બનાવી લો. બહાર મળતા તૈયાર મોદક જેવા જ મોદક આ રીતે તમે ઘરે બનાવી શકો છો.
પાનના લાડુ
સામગ્રી
6 નંગ નાગરવેલના પાન, 1 ટે. સ્પૂન ઘી, 1 ટે. સ્પૂન દળેલી ખાંડ, 1 ટે. સ્પૂન ગુલકંદ, 1 ટે. સ્પૂન સૂકા ગુલાબની પાંદડી, 1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક, 1 1/2 કપ નારિયેળનું છીણ, 2 ટીપાં લીલો ફૂડ કલર, 2 ટે. સ્પૂન ટૂટી-ફ્રૂટી
વિધિ
સૌપ્રથમ નાગરવેલના પાનને પાણીથી ધોઈને સારી રીતે સાફ કરી લો. હવે તેના નાના-નાના ટુકડા કરી લો. એક મિક્સર જાર લો. તેમાં પાનના ટુકડા અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને (1 ટે. સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક કાઢી લેવું) પ્યૂરી બનાવી લો. એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં 1 1/4 કપ નારિયેળનું છીણ લઈને થોડા સમય માટે શેકી લો. હવે તેમાં પાનની બનાવેલી પ્યૂરી અને દળેલી ખાંડ ઉમેરીને મિક્સ કરી લો. તેને થોડી મિનિટ સુધી શેકી લો. છેલ્લે સૂકા ગુલાબની પાંદડી અને લીલા ફૂડ કલરના બે ટીપા ઉમેરો. બધી સામગ્રીને મિક્સ કરી લો અને 2 મિનિટ માટે ચડવા દો. ગેસની ફ્લેમ બંધ કરી દો અને મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો અને ઠંડુ થવા દો. બાઉલમાં 1/4 કપ નારિયેળનું છીણ લો. તેમાં ગુલકંદ, ટૂટી-ફ્રૂટી અને 1 ટે. સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને મિક્સ કરો. તો સ્ટફિંગ તૈયાર છે. પાનના તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું મિશ્રણ લો અને તેને થેપી દો. તેમાં નારિયેળનું તૈયાર કરેલું થોડું સ્ટફિંગ ભરો અને મોદકનો શેપ આપો. જો તમને ન ફાવતું હોય તો તમે મોદક બનાવવાના મોલ્ડમાં પણ બનાવી શકો છો. બધા મોદક તૈયાર થઈ જાય એટલે તેને 15-20 મિનિટ માટે ફ્રિઝમાં મૂકી દો અને બાદમાં બાપ્પાને ભોગ ધરાવો.
ચોકલેટ મોદક
જરૂરી સામગ્રી
200 ગ્રામ ડાર્ક ચોકલેટ, 300 ગ્રામ વ્હાઈટ ચોકલેટ, ડાર્ક ચોકલેટ પિગડેલી, 8-10 બદામ શેકેલા, 1-2 ચમચી સૂકું નારિયેળ નું છીણ
પિગડેલી ચોકલેટ બનાવવાની રીત
પિગડેલી ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ મૂકો પાણી ફૂલ ગરમ થાય એટલે તેના પર છીણેલી અથવા કટકા કરેલી ડાર્ક ચોકલેટ બીજા વાસણ લઈ તે વાસણને ગેસ પર મૂકેલ વાસણ પર મૂકી ચોકલેટને હલાવતા રહી પિગળાવી લો ચોકલેટ બરોબર પીગળી જાય એટલે બરોબર મિક્સ કરો અને પીગળેલી ચોકલેટને એક બાજુ થોડી ઠંડી થવા મૂકી દો. હવે તે જ ગરમ પાણી ઉપર વ્હાઈટ ચોકલેટ છીણીને અથવા કટકા કરીને એક વાસણમાં લ્યો ને તે વાસણ ને ગરમ પાણી પર મૂકો વ્હાઈટ ચોકલેટ બરોબર પીગળી જાય એટલે તેને પણ નીચે ઉતારી બરોબર હલાવી મિક્સ કરી લો અને એક બાજુ મૂકો. મોદક બનાવતા સમયે જો ચોકલેટ ઘટ્ટ થાય કે જામી જાય તો ફરી ગરમ પાણી પર મૂકી પીગળાવી લેવી.
સૌપ્રથમ ડાર્ક ચોકલેટમાં મોદક બનાવવા પીગળેલી ડાર્ક ચોકલેટ લઈ તેને મોદક આકારના સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડમાં ચમચી એક નાખી વચ્ચે શેકેલી એક- બે બદામ મૂકી ઉપરથી ફરીથી પીગળેલી ડાર્ક ચોકલેટ નાખી થપથપાવીને ભરી લો ભરેલું સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ ફ્રીજ માં મૂકી પંદરથી વીસ મિનિટ સેટ થવા દો સેટ થયેલી ચોકલેટ મોદક ને ડીમોલ્ડ કરી લો તો તૈયાર છે ડાર્ક ચોકલેટ મોદક
રસમલાઈ મોદક
જરૂરી સામગ્રી
વ્હાઈટ ચોકલેટ પિગડેલી, 4-5 પીસ્તા, 8-10 તાંતણા કેસર, 1-2 ટીપા પીળો કલર, ચપટી એલચી પાવડર, 2-3 ટીપા રસમલાઈ એસેન્સ( ઓપ્શનલ)
બનાવવાની રીત
સૌપ્રથમ પિગડેલી વાઈફ ચોકલેટમાં થોડા પિસ્તા ના કટકા, થોડા તાંતણા કેસર, 1-2 ટીપાં પીળા કલરના અને એક બે ટીપાં રસમલાઈ એસેન્સ નાખી બરોબર મિક્સ કરો અથવા તો એલચીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો, તૈયાર મિશ્રણને મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ માં નાખી વચ્ચે વચ્ચે કેસર અને પિસ્તા નાખી થપથપાવી ભરી લ્યો ને તૈયાર મોલ્ડ ને ફ્રીજરમાં પંદરથી વીસ મિનિટ સેટ દયો સેટ થયેલ મોદક ને ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે રસ મલાઈ મોદક.