જોકે, આ ઓફર ફક્ત પ્રથમ 100 પ્રવાસીઓ પૂરતી!
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનાર રોપ-વેને એક વર્ષ પૂર્ણ થતાં તારીખ 24 ઓકટોબરના રોજ વેક્સિનના બંને ડોઝ લેનાર પ્રથમ 100 પ્રવાસીઓને નિશુલ્ક રોપ-વેની સફર માણવા નો લાભ મળશે .જોકે પ્રવાસીઓએ વેક્સિન ના બંને ડોઝ લીધા અંગેના સર્ટીફીકેટ દર્શાવવાના રહેશે તેમ ઉષા બ્રેકો કંપની એ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તારીખ 24 ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના હસ્તે ગિરનાર રોપ-વે યોજનાનું ઇલોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને એક વર્ષ પૂર્ણ થતાં પ્રવાસીઓને નિશુલ્ક સફરનો ઉષા બ્રેકો કંપની દ્વારા લાભ આપવામાં આવશે.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…
https://chat.whatsapp.com/KIBi0LlhhGlLddmqgL0PA2
- Advertisement -
ભારતમાં વેક્સિનેશનનો આંક 100 કરોડ પહોંચતા જેની ઉજવણીના ભાગરૂપે ઉષા બ્રેકો કંપની દ્વારા અનોખી ઉજવણીના ભાગરૂપે નિર્ણય લેવાયો છે.



