મહિલા PSI સલમાં સુમરાને ભવ્ય વિદાયમાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
વિસાવદર પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયમાં અનેક ડીટેકટ ગુનાઓ પોતાની સૂઝબૂઝ તથા કુનેહપૂર્વક ડીટેકટ કરી ગુનેગારોમાં સતત ફફડાટ ફેલાવનાર મહિલા પોલીસ અધિકારી સલમાં સુમરાની માળિયા હાટીના ખાતે સ્વતંત્ર પોલીસ સ્ટેશનમાં બદલી થતા તેમને ભવ્ય વિદાયમાન પોલીસ સ્ટાફ તથા ગામના લોકો અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ હતું.
- Advertisement -
વિસાવદર પોલીસમાં તેમના ફરજ કાળ દરમ્યાન અજાણ્યા કાર ચાલક દ્વારા અકસ્માત કરી નાસિજનાર આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાર્યવાહી કરેલ આ ઉપરાંત અનેક દારૂ જુગારની રેઈડો કરેલ અને મહિલાઓને દીકરીઓને હેરાન પરેશાન કરતા અનેક લૂખા તત્વોને કોઈપણ જાતની શેહ શરમ કે દબાણ વિના પકડી પાડી ગુનેગારોને ગુના કરતા અટકાવેલ ઉપરાંત ખુબજ અગત્યના કેસમાં પ્રેમપરા ગામમાં પત્નીની હત્યા કરી લાશને દૂર લઈ જઈ દાટી દીધેલ ત્યારબાદ તેમના સસરા મળવા આવતા આરોપીએ ગોળ ગોળ જવાબ આપેલ ત્યારબાદ પોલીસ ને જાણ કરતા અને આરોપી શંકાના દાયરામાં આવતા તેમની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ શરૂઆતમાં મચક આપેલ નહીં અને પોલીસને પણ ઉંધી થિયરી બતાવતો હોય જેની તપાસ મળતા તુરત જ આરોપીને કડક તપાસ કરી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને પોતાની પત્નીની હત્યા કરી લાશ દાટી દીધેલ હોવાની કબૂલાત કરેલ અને ગુનો ડીટેકટ થતા અનેક વખત ઉચ્ચ અધિકારીઓ દ્વારા અભિનંદન આપવામાં આવેલ તેવા જાંબાજ અધિકારીની બદલી તેમને વિવિધ વર્ગ દ્વારા શુભેચ્છાઓ સાથે ભવ્ય વિદાય આપવામાં આવેલ હતી.