પોલીસ મથકના વહીવટદારોની બદલી થતા પોલીસ બેડામાં સપાટો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા. 8
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના 20 પોલીસ કર્મચારીને નાયબ પોલીસ મહાનિરિક્ષક ડો. ગીરીશ પંડ્યા દ્વારા બદલીના ઓર્ડર કરાયા છે. ઝીંઝુવાડા પોલીસ સ્ટેશના દિલિપભાઇ બહાદુરભાઇ માંજરીયાની ચોટીલા પોલીસ મથક, કોન્સ્ટેબલ લીંબડી પોલીસ સ્ટેશન ડ્રાઇવર રાયાભાઇ મંગાભાઇ સુસરાની બદલી ચોટીલા પોલીસ સ્ટેશન, વઢવાણના અશોકભાઇ છગનભાઇ ચાવાડાની થાન, વઢવાણના મહેન્દ્રસિંહ ભુપતસિંહ મસણીની ધજાળા પોલીસ સ્ટેશન, વઢવાણના નરોતમભાઇ મનુભાઇ હેરમાની થાન, વઢવાણના અલ્પેશભાઇ લક્ષ્મણભાઇ ખાંભલાની દસાડા પોલીસ મથક બદલી કરવામાં આવી છે.
વઢવાણના પાયલબેન ધુડાભાઇ મેટાડીયાની ધ્રાગધ્રા સિટી પોલીસ સ્ટેશન, વઢવાણના મહાવીરસિંહ અજુભાઇ મસાણીની પોલીસ હેડક્વાટર, વઢવાણના હરપાલ ખીમજીભાઇ પરમાની થાન પોલીસ મથક, વઢવાણના વિનોદભાઇ પિતાંબરભાઇ રાઠોડની થાન, ધજાળાના અનિલસિંહ હનુભા ઝાલાની વઢવાણ, સાયલાના દશરથસિંહ મહોબતસિંહ ખેરની સિટી બી ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે.
જોરાવરનગર પોલીસ મથકના ઇન્દુબેન રણછોડભાઇ ધોરાળીયાની ચોટીલા, દસાડાના મહિપાલસિંહ પ્રદિપસિંહ ઝાલાની વઢવાણ, બજાણાના ગોપાભાઇ રઘુભાઇ સિંધવની વઢવાણ, વઢવાણના વૈશાલી તુલસીદાસ વણીયાની સિટી એ ડિવિઝન, દસાડાના નંદિતા નિતીનભાઇ પટેલની પોલીસ હેડક્વાટરમાં બદલી કરવામાં આવી છે.
લીંબડીના અજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની પોલીસ હેડકવાટર, ધ્રાંગધ્રા સિટી પોલીસના દિલિપભાઇ ચંદુભાઇ લકુમની થાન, પાટડીના દશરથસિંહ રતનસંગ પરમારની વઢવાણ, લીંબડીના ભુપતભાઇ કરમશીભાઇ દેથળીયાની બજાણા બદલી કરાઈ છે.



