જૂનાગઢ મહાનગરપાલિકાના વિવાદીત ટીપીઓની બદલી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મહાનગર પાલિકાના એસટીપીઓ સામે બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ નોટિસ આપવા મામલે વોર્ડ ઇજનેરના આગોતરા જામીન રદ થયા હતા. આ રેલો એસટીપીઓ બિપિન ગામીત સુધી પહોંચવાની સંભાવનાનાકારણે છેલ્લા એકાદ માસથી એસટીપીઓ બિપીન ગામીત મનપામાં રજા વગર જ ગુમ થઇ ગયા હતા. આ ઉપરાંત બાંધકામ મંજૂરીમાં પણ ગેરરિતી અંગેના આક્ષેપ ઉઠયા હતા. સતત ગેરહાજરી અંગે સરકારમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. આખરે થોડા દિવસ પહેલા એસટીપીઓનો ચાર્જ અન્ય અધિકારીને સોંપવામાં આવ્યો હતો.
- Advertisement -
એસટીપીઓ બિપીન ગામીતની ગાંધીનગર મહેસુલ વિભાગમાં બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મનપાના એસટીપીઓ તરીકે ગાંધીનગરના વિવેક કિરણ પારેખની નિમણું થઇ છે. છેલ્લા કેટલાય સમયથી બાંધકામ મંજૂરી સહિતના કામ ટલ્લે ચડ્યા હતા. હવે આ અધિકારીની નિમણુંક થતા હવે આ કામ શરૂ થવાની શકયતા છે.