ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યના 88 બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરના આજે રાજ્યના પોલીસ વડા દ્વારા બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. બદલીઓમાં રાજકોટ સિટીના પીઆઈ વી.જે.ફર્નાડિઝની અમદાવાદ શહેરમાં બદલી, એમ.આર.પરમારને સીઆઇડી ક્રાઇમમાં બદલી કરાઈ છે. જ્યારે રાજકોટ રૂરલના પીઆઈ એ.આર.ગોહિલને એસીબીમાં મુકવામાં આવ્યા છે. જી.એમ. હડિયાને સુરત શહેર, વી.જે. ચાવડાને વડોદરા શહેરમાં, એચ.એ.જાડેજાને દેવભૂમિ દ્વારકા મુકાયા, વડોદરા પશ્ચિમ રેલવેના પીઆઈ કે.એમ.ચૌધરીને રાજકોટ શહેરમાં તેમજ બનાસકાંઠાના પીઆઈ જે.વાય. ચૌહાણના રાજકોટ વિભાગમાં પોસ્ટિંગ થયા છે.