રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના પબ્લીક રિલેશન ઓફીસર સાંચલાને મોરબી, રૂડાના લુક્કાને કેશોદ અને નોન એગ્રીકલ્ચરલ ડીપાર્ટમેન્ટના પુરોહીતને કાલાવડ મુકાયા
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગતા જ રાજ્યનાં રેવન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા અધિકારીઓની ચૂંટણીલક્ષી બદલીઓના ઓર્ડરોનો વધુ એક ઘાણવો બહાર પાડી દીધો છે. તેની સાથોસાથ 27 જેટલા નાયબ મામલતદારોને વર્ગ-2માં પ્રમોશન આપી ઓર્ડરો ઇશ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં પબ્લીક રિલેશન ઓફીસર તરીકે ફરજ બજાવતા એચ.આર. સાંચલાને મોરબી મામલતદાર કચેરીમાં મુકવામાં આવ્યા છે. તેની સાથોસાથ રુડાના મામલતદાર કે.જી. લુક્કાને કેશોદ મામલતદાર બનાવવામાં આવ્યા છે. જ્યારે નોન એગ્રીકલ્ચરલ ડીપાર્ટમેન્ટ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પી.આર. પુરોહીતને કાલાવડ (જામનગર) ખાતે બદલી કરી મામલતદારનો ચાર્જ સોંપવામાં આવેલ છે.
- Advertisement -
જ્યારે મોરબી મામલતદાર તરીકે ફરજ બજાવતા પી.એમ. સરડવાને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં ચીટનીસ તરીકે તેમજ કેશોદ મામલતદાર તરીકે ફરજ બજાવતાં એચ.એમ. પરમારની રાજકોટ શહેર સાઉથ મામલતદાર કચેરી ખાતે નિમણુક કરવામાં આવી છે. આ ઉપરાંત કાલાવડના મામલતદાર ડી.એમ. રેવરને વિસાવદર મામલતદાર કચેરીમાં,જામનગરના મામલતદાર બી.ટી. સવાણીને માળીયા હાટીના મામલતદાર, પોરબંદર કલેક્ટર કચેરીના પબ્લીક રિલેશન ઓફીસર એસ.એ. જાદવને રાજુલા મામલતદાર તરીકે મુકવામાં આવેલ છે.
આ ઉપરાંત જૂનાગઢ મામલતદાર વી.આર. માકડીયાને માળીયા મિયાણા મામલતદાર બનાવવામાં આવ્યા છે. જ્યારે પોરબંદર કલેક્ટર કચેરીના ચીટનીસ યુ.ડી. વીરડીયાની અમરેલી મામલતદાર તરીકે, ભાવનગર કલેક્ટર કચેરીમાં ડીઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા એમ.બી. પરમારની એડીશનલ ચીટનીસ તરીકે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં બદલી કરવામાં આવી છે.
વિધાનસભા ચૂંટણીને લઈને 23 IASની બદલી
- Advertisement -
અમદાવાદના નવા કલેક્ટર તરીકે ડો. ધવલ પટેલ, મ્યુનિ.કમિશનર તરીકે એમ.થેન્નારાસન અને ભાવનગરના કલેક્ટર તરીકે રમેશ મેરજા, કચ્છ કલેક્ટર તરીકે દિલીપ રાણા, સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના નવા કમિશનર, જી.ટી.પંડ્યા મોરબીના નવા કલેક્ટર, ડી.એસ.ગઢવીની આણંદના કલેક્ટર તરીકે અને બી.આર.દવેની તાપી-વ્યારાના કલેક્ટર તરીકે બદલી કરાઇ છે.