ચૂંટણી પૂર્વે વહીવટી અધિકારીઓની બદલી
જિલ્લામાં 3 નવા પ્રાંત ઑફિસર આવ્યા : જામનગરના ડેપ્યુટી GASને અમરેલીના ધારી મુકાયા
- Advertisement -
મહેસુલ વિભાગે DDO કેડરના કુલ 67 અધિકારીની બદલી
ખાસ-ખબર સંવાદદાતા
લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 16 ડેપ્યુટી કલેક્ટર અને 9 મામલતદારની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. રાજકોટના ડેપ્યુટી ઉઉઘ મહેશ નાકિયાને અમરેલીના પ્રાંત ઓફિસર બનાવાયા છે. જ્યારે જૂનાગઢના ઉઉઘ ચાંદની પરમારને રાજકોટ સિટી પ્રાંત- 1ના પ્રાંત ઓફિસર તો જામનગરના ગ્રીષ્મા રાઠવાને જસદણમાં પ્રાંત ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે. છોટાઉદેપુરના પ્રાંત ઓફિસર વિમલ ચક્રવર્તીને રાજકોટ રૂરલના પ્રાંત ઓફિસર બનાવાયા છે. બોટાદના ઉજઘ પરેશ પ્રજાપતિની અમદાવાદ, ઉઉઘ વિનોદ જોશી વેરાવળમાં પ્રાંત ઑફિસર, ભાવનગરના તળાજાના પ્રાંત ઓફિસર વિકાસ રાતડાને મહેસાણા, દેવભૂમિ દ્વારકાના ભાર્ગવ ડાંગરને વડોદરા, જામનગર રૂરલના પ્રાંત ઓફિસર ધાર્મિક ડોબરીયાને મોરબીના હળવદમાં મુકાયા છે. તો જામનગરના જ ડેપ્યુટી ઉઉઘ હર્ષવર્ધન જાડેજાને અમરેલીના ધારી, પ્રાંત ઓફિસર વિરેન્દ્ર દેસાઈને અમદાવાદના વિરમગામ, સુરેન્દ્રનગરના વઢવાણના બ્રિજેશ કાલરીયાને જામનગર રૂરલમાં પ્રાંત ઓફિસર, ભાવનગરના ડેપ્યુટી ઉઉઘ જે.આર.સોલંકીને તળાજામાં પ્રાંત ઓફિસર અને ડેપ્યુટી ઉઊઘ ડો.રીના ચૌધરીને જૂનાગઢના મેંદરડામાં પ્રાંત ઓફિસર, મેંદરડાના પ્રાંત ઓફિસર એન.જે. ચુડાસમાને કચ્છ અને જામનગરના ઉજઘ અવનીબેન હરણને અમદાવાદના સ્પીપામાં પ્લાનિંગ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર બનાવાયા છે. આ સિવાય ભાવનગરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમ.આર બ્રહ્મભટ્ટને ખેડા અને સાબરકાંઠાના ઉજઘ એમ.જી. સોલંકીને અમરેલીમાં ઉજઘ બનાવાયા છે.
લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 16 ડેપ્યુટી કલેક્ટર અને 9 મામલતદારની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. મહેસુલ વિભાગે ૠઅજ કેડરના કુલ 67 અધિકારીની બદલી કરી છે. તેમાં ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 38 અને મામલતદાર કેડરના કુલ 29 અધિકારીઓનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચ દ્વારા 30 જાન્યુઆરી સુધીમાં અધિકારીઓની બદલી કરવાની ડેડલાઈન આપવામાં આવ્યા બાદ મહેસુલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના 16 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી છે. જ્યારે તાજેતરમાં જ અધિક કલેક્ટર તરીકે બઢતી અપાયા બાદ પોસ્ટીંગ નહી અપાયેલા અધિક કલેક્ટરોની બદલી એકાદ દિવસમાં થાય તેવી શક્યતા છે. રાજકોટ ગ્રામ્યમાં તાજેતરમાં જ આઈએએસ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. તેઓને ગત સપ્તાહે જ બઢતી આપવામાં આવી છે. તેઓની જગ્યાએ નવી નિમણૂક કરવામાં આવી છે. આથી તેઓની બદલી હવે ફાઇનલ થઈ ગઈ છે. રાજકોટમાં ફરજ બજાવતા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની જગ્યાએ મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવેલી બદલીમાં નવા અધિકારીઓને નિમણૂક આપવામાં આવી છે. જ્યારે અધિક કલેક્ટરોના પોસ્ટીંગ બાકી રાખવામાં આવ્યા છે.